વ્યારા તાલુકાના એવા ગામો જયાં રસીકરણનો ઉત્સાહ ઓછો છે તેવા ગામોના સરપંચ તથા આગેવાનો સાથે બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 04: ગુજરાતમાં કોરોના મહામારીએ કેટલાંય લોકોનો ભોગ લીધો છે. કોરોનાના પહેલા અને બીજા તબક્કામાં કોરોના વોરીયર્સ દ્વારા કરવામાં આવેલી પ્રોત્સાહક કામગીરીના પગલે હવે કોરોનાના કેસો ધીમે ધીમે ઘટી રહ્યા છે. તાપી જિલ્લામાં રસીકરણને પ્રક્રિયા પુર જોશમાં કરવામાં આવી રહી છે. જેમાં વ્યારા તાલુકાના જે-જે ગામોમાં રસીકરણની પ્રક્રિયા ઓછી છે, તે ગામોના સરપંચ, તલાટી અને આગેવાનો સાથે પ્રાંત અધિકારી હિતેષ જોષી, અને મામલતદાર બી.બી.ભાવસારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તેઓની રસીકરણ બાબતે સમસ્યાઓ ઉપર ચર્ચા કરી પ્રશ્નોના નિવારણ કરવમાં આવ્યા હતા. અને વધુ લોકોને ક્રોરોના પ્રતિરોધક રસી લેવા સમજણ આપવામાં આવી હતી. ઉપસ્થિત ગ્રામજનો તેમજ ગ્રામ્ય કક્ષાની સમિતિના સભ્યોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરી પરિણામલક્ષી કામગીરી થાય તે માટે સ્થાનિક ગામીત ભાષામાં જરૂરી સમજ આપવામાં આવી હતી. આ સાથે કોરોનાની ત્રીજી લહેર પહેલા તાપી જિલ્લાના તમામ લોકો રસી મુકાવી લે માટે આગોતરા આયોજનની ચર્ચા કરવામાં આવી હતી.
૦૦૦૦૦૦