બાગાયતી પાકોની સહાય મેળવતા ખેડુતો માટે આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરવાની સમય મર્યાદા લંબાવાઇ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.03: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના વિવિધ ઘટકોમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે સહાય મેળવવા માંગતા ખેડૂત મિત્રો તા. ૦૪/૦૪/૨૦૨૧ થી ૧૫/૦૫/૨૦૨૧ દરમ્યાન આઇ-ખેડૂત પોર્ટલ ખોલવામાં આવેલ હતું જેની સમયમર્યાદા વધારી તા. ૧૫/૦૬/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે. જે ખેડૂત મિત્રો બાગાયત ખાતાની કોઇ પણ યોજનામાં વર્ષ- ૨૦૨૧-૨૦૨૨ દરમ્યાન લાભ લેવા માંગતા હોય તેઓએ જણાવેલ સમય દરમ્યાન પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી અથવા બાગાયત નિયામકની કચેરીમાં સવારના ૧૧.૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન ૭/૧૨, ૮-અ ની હાલની અસલ નકલ, આધાર કાર્ડની નકલ., રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા માંગતા ઘટકમાં સમયસર અરજી કરવી. ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રીન્ટ લઇ, અરજીમાં દર્શાવેલ કાગળો સાથે અરજી દિન/૦૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, પ્રથમ માળ, ખેડુત તાલીમ કેન્દ્ર, ઉનાઇ રોડ, વ્યારા ખાતે સાદી ટપાલ અથવા રૂબરૂમાં પહોંચતી કરવી. અરજી કરતી વખતે મોબાઇલ નંબર અવશ્ય આપવો જેથી અરજીની સ્થિતીને લગતા તમામ મેસેજ મોબાઇલ દ્વારા મળી રહે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, વ્યારા-તાપી ફોન નં. ૦૨૬૨૬-૨૨૧૪૨૩ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, વ્યારા, તાપી દ્વારા જણાવાયુ છે.
000000000