તાપી જિલ્લામાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇ લોકોને પ્રોત્સાહિત કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.03: તાપી જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સીધી દેખરેખ હેઠળ તથા તેઓની ટીમ દ્વારા વેક્સિનેશનની કામગીરી વેગવાન બની છે. જેમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ મદદ કરી રહી છે. જેમાં આજરોજ વાલોડ તાલુકાના સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા રસીકરણ કેન્દ્રની મુલાકાત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ દ્વારા લેવામાં આવી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કો-ઓડીનેટર ડો.યોગેશ શર્મા સહિત આરોગ્ય વિભાગની ટીમે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ સાથે ઉપસ્થિત નાગરિકોને રસિકરણ અંગે માર્ગદશૅન આવ્યું હતું. તેમણે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી અન્ય સંસ્થાઓને પણ લોકોમાં જાગૃતતા આણવા મદદ કરવા આહવાન કર્યું હતું.
000000000000