માંગરોળના લવેટ ગામે માસ્ક વિતરણ અને કોરોના અંગે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણના કેસોમાં કંઇક અંશે નોંધપાત્ર ઘટાડો થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વના સાત વર્ષ પૂર્ણ થતા માંગરોળના લવેટ ગામ ખાતે કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના માર્ગદર્શન હેઠળ માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરાયું હતું. કોરોના સામે લડવા માટે રસીકરણ અંગે જાગૃતતા કેળવાય એ હેતુથી જીલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ સુરતીએ યુવાવર્ગને વેક્સિન લેવા માટે અનુરોધ કરી અન્ય લોકોમાં પણ જાગૃતિ ફેલાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત જીવનમાં અને પર્યાવરણમાં વૃક્ષોનું મહત્વ અંગે માહિતગાર કર્યા હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ સુરતી, તાલુકા પંચાયતના સદસ્ય દીપકભાઈ ચૌધરી, લવેટ ગામના સરપંચ મનોજભાઈ વસાવા, મુકેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.