તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપ બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી): તા.02: આગામી ચોમાસા ઋતુ-૨૦૨૧ દરમિયાન તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે માટે પૂર્વ આયોજનના ભાગરૂપ જિલ્લા કલેકટર આર.જે.હાલાણીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન સેવાસદનના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લામાં વૃક્ષારોપણ કઇ રીતે વધારી શકાય તથા આ અભિયાનમાં કઇ રીતે વધુમાં વધુ લોકોને સાંકળી શકાય તે વિશે ચર્ચા કરી એભિપ્રાય મેળવવામાં આવ્યા હતા. મેળવેલ અભિપ્રાય ઉપર તુરંત એકશન પ્લાન તૈયાર કરી કામગીરી કરવામાં આવશે. જેમાં દરેક સરકારે કચેરીના પ્રાંગણમાં, જિલ્લાને જોળતા ગામોના રસ્તાઓની આસપાસ, ગ્રામ્ય કક્ષાએ તળાવો, શાળા, પી.એચ.સી, સી.એચ.સી, આંગણવાડી તથા અન્ય જાહેર સ્થળોએ નાગરિકોની ભાગીદારી સાથે બહોળા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. વધુમાં ગામના દરેક ઘરે માટે એક-એક ફળના રોપા આપવામાં આવશે. બેઠકમાં કલેકટરશ્રી અને ડી.ડી.ઓશ્રી દ્વારા રોપા જમીનમાં લગાવ્યા બાદ તેને ઓછામાં ઓછા 2 વર્ષ સુધી વ્યવસ્થિત પાણી અને ખાતર આપી માવજત કરવા અંગે ગ્રામજનોમાં જાગૃતતા લાવવા અંગે સુચનો કર્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, નાયબ પોલિસ વડા સંજય રાય, , જિલ્લા શિક્ષણ અધિકારી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ ચૌધરી, ફોરેસ્ટ ઓફિસર, ચીફ ઓફીસર વ્યારા શૈલેષ પટેલ, ચીફ ઓફીસર સોનગઢ પૂર્વી પટેલ, સુમુલ દુધ મંડળીના કો-ઓર્ડીનેટર, મેડીકલ એસોશિએશન વ્યારાના પ્રતિનિધિ, સીનીયર સીટીઝન વ્યારાના પ્રમુખ, સ્ટેશન મેનેજર, બસ ડેપો મેનેજર, તથા અન્ય સંબંધિત અધિકારી-કર્મચારીઓ હાજર રહ્યા હતા.
000000000000