ડાંગ જિલ્લામાં દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા 130 ગામોમાં 2000 વધુ પરિવારોને અનાજ ની કીટ વિતરણ કરાઈ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને બાન માં લઇ હાહાકાર મચાવી લોકોની કફોડી હાલત સર્જાઈ છે. તેવામાં ડાંગ જિલ્લાના ગરીબ આદિવાસીઓના વ્હારે દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા 130 ગામોમાં 2000 વધુ પરિવારોને અનાજ ની કીટ વિતરણ કરવામાં આવતા ગરીબ આદિવાસીઓએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.
કોરોના મહામારી વચ્ચે ગરીબ આદિવાસીઓની રોજગારી બંધ થતાં તેઓના પરિવારનું ગુજરાન ચલાવવા ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થવા પામી હતી. તેવા સંજોગોમાં દિવાલીબેન ટ્રસ્ટ અને જનસેવા મંડળ ના સહયોગથી ડાંગ જિલ્લામાં130 ગામોમાં સર્વે હાથ ધરી અત્યંત ગરીબ પરિવારના બે હજાર પરિવારોને લોટ,દાળ, તેલ,ચોખા,ગોળ,મસાલો સહિતની કીટ આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે કલેકટર ભાવિન પંડ્યા અને ધારાસભ્ય વિજયભાઇ પટેલ ,વિતરણ કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લામાં130 ગામોના અત્યંત જરૂરિયાતમંદ ગરીબ પરિવારના સરવે માટે દિવાળીબેન ટ્રસ્ટના ડો.મુકેશભાઈ ભગત,અને સહ કોડીનેટર રાજેશભાઈ પટેલ સાથે જનસેવા મંડળ આહવા ના યુવાનો જોડાઈ યાદી તૈયાર કરવામાં આવી હતી.કોરોના જેવા કપરા સમયે ગરીબ આદિવાસીઓને અનાજની કીટ મળતા તેમના પરિવાર માં ખુશી નો માહોલ ઉભો થવા પામ્યો હતો.