આજે સાપુતારા સહિત ગલકુંડ, શામગહાન અને તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં એક ઈસમને ગંભીર ઇજા

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગલકુંડ અને શામગહાન ના તળેટી વિસ્તારમાં માં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં ઠેર ઠેર ઝાડ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. ગલકુંડ ગામે ઝાડ તૂટી પડવાથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગલકુંડ ગામ વચ્ચે સર્કલ પર આવેલ ગેરેજ પર સાત જેટલી મોટરસાયકલ ઉભી હતી, જ્યાં એક યુવાન નીતિન મહાલે, રહે. હુંબાપાડા, તા. આહવા, જી. ડાંગ. જે પોતાની બાઇક માં હવા પુરાવતો હતો, દરમિયાન વાવાઝોડા અને વરસાદ થતા મોટું વૃક્ષ ધડાકા સાથે તૂટી પડયું હતું, જેમાં આ યુવાન દબાઈ જતા ગંભીર ઇજાઓ થઇ હતી, જેને સ્થાનિક લોકોને પ્રાથમિક સારવાર આપી હતી, ત્યાર બાદ 108 મારફતે તેઓને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other