તાપી જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ બાબત

Contact News Publisher

(જિલ્લા માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા.01:
જિલ્લા તિજોરી અધિકારી,જિલ્લા તિજોરી કચેરી-તાપી દ્વારા જણાવ્યાનુસાર, જિલ્લા તિજોરી કચેરી તાપી (વ્યારા) હેઠળ આઇ.આર.એલ.એ. સ્કીમ હેઠળ (બેંક દ્વારા ) રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને નાણાં વિભાગની સુચના મુજબ વર્ષ ૨૦૨૧ની પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ માટે જુન જુલાઇ-ઓગસ્ટ-૨૦૨૧માસમાં કરવામાં આવશે. જેથી તાપી જિલ્લાના તમામ પેન્શનરોએ તેઓને લાગુ પડતી બેંકોમાં જઇ હયાતીનાં ખરાઈના ફોર્મ ભરવાના રહેશે.

વધુમાં રાજ્ય સરકાર પેન્શનરો/કુટુંબ પેન્શનરોએ JEEVAN PRAMAAN PORTAL (www.jeevanpramaan.gov.in) પર પણ ઓનલાઇન (online) હયાતી કરાવી શકે છે.

જુન-જુલાઇ-ઓગસ્ટ-૨૦૨૧ માસમાં હયાતીની ખરાઇ કરાવવામાં પેન્શનર નિષ્ફળ જાય તો તેવા કિસ્સામાં સપ્ટેમ્બર -૨૦૨૧ માસથી પેન્શન રકમનું ચુકવણું સ્થગિત કરવામાં આવશે. જેની તમામ પેન્શનરોએ નોંધ લેવી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other