સાપુતારામાં પ્રવાસન સ્થળો તો ખૂલ્યાં પરંતુ એડવેન્યરસ એકિટવિટી બંધ : વેપારીઓ નિરાશ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા.૩૦ કોરોનાએ વેપાર-ધંધાનો દાટ વાળી દીધો છે. છેલ્લા દોઢ વર્ષથી અનેક રોજગાર-ધંધા હવે બંધ થઈ ગયા છે. તો ઘણા ધંધા તો મરણપથારીએ છે. હાલમાં પ્રવાસન સ્થળો ખૂલતાં ગિરિમથક સાપુતારા ની હાલત પણ કંઈક જુદી જ છે. શનિ-રવિના પ્રવાસીઓ ઉપર નિર્ભર હોટલિયરોની હાલત તો ખૂબ જ ખરાબ છે. 10 ટકા સ્ટાફ સાથે હોટલો ચલાવાઈ રહી છે. પરંતુ હવે આ નિભાવ ખર્ચ પણ પરવડે તેમ નથી.હાલ શનિ-રવિવારે જે પ્રવાસીઓ આવે છે. એ પણ લટાર મારીને ચાલી જાય છે.પહેલાં પરિવાર સાથે આવતા પ્રવાસીઓ શનિ અને રવિવારે ફરીને ચાલ્યા જાય છે. જેથી હોટલોના વ્યવસાયને ગંભીર ફટકો પડવાની સાથે 70થી 80 ટકા રૂમ ખાલી રહેતાં ધંધાને ખોટ જઈ રહી છે.
ગુજરાતમાં નજીકનું જો કોઈ ડેસ્ટિનેશન સ્થળ હોય તો ડાંગ જિલ્લાનું સાપુતારા છે. જ્યાંની પ્રકૃતિનું પ્રવાસીઓને ઘેલું લાગ્યું છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી અહીંના પ્રવાસન સ્થળને કોરોનાની નજર લાગી ગઈ છે.કોરોનાને કારણે વેપાર-ધંધા બંધ રહેતાં સ્થાનિકોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો હતો. અને થોડી છૂટ આપવામાં આવી એ પણ અલ્પજીવી હતી. હોટલ ઉદ્યોગના હાલ તો સૌથી વધુ ખરાબ છે.
સાપુતારામાં 15 જેટલી મોટી હોટલો આવેલી છે.તેમજ સસતા હોમસ્ટે ની સુવિધા પણ છે. જ્યાં બે વર્ષ અગાઉવ તો શનિ અને રવિવારે બુકિંગ ફૂલ થઈ જતાં પ્રવાસીઓને બે જ દિવસમાં પરત ફરવું પડતું હતું. અથવા તો નજીકના વિસ્તાર કે મહારાષ્ટ્ર તરફ ફરવાનો પ્લાન બનાવવો પડતો હતો. એ બાદ પણ બુકિંગ મળે તો નસીબ એવી સ્થિતિ હતી. પરંતુ પ્રવાસીઓથી શનિ અને રવિવારે ઊભરાતા સાપુતારામાં આ વેળા ઉનાળુ વેકેશનનો ધંધો પણ કોરોનાને કારણે ભાંગી પડ્યો છે. કોરોનાના કેસ ઓછા થતાં પ્રવાસન સ્થળો ફરી ખૂલી ગયાં છે. પરંતુ એડ્વેન્ચર એક્ટિવિટી શરૂ થતાં લોકો ઊમટી પડતાં નોટીફાઇડ તંત્રએ એડવેન્ચર એક્ટિવિટી ઉપર જ પ્રતિબંધ મૂકી દીધો જેને કારણે સાપુતારા ફરવા આવતા પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
હેટલોના બુર્કિંગમાં ૭૦ ટકા ઘટ, શનિ અને રવિવારે પ્રવાસીઓ પરિવારો સાથે આવે છે, એડવેન્ચર એક્ટિવિટી બંધ હોવાથી રોકાતા નથી, જેની અસર હોટલના વ્યયસાય ઉપર પડે છે