જિલ્લામાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા ૪૮ શિક્ષકોની નિમણુંક

Contact News Publisher

નવનિયુક્ત શિક્ષકોને નિમણુંકપત્ર આપી શુભેચ્છાઓ પાઠવતા કલેક્ટરશ્રી આર.જે.હાલાણી
………….
“ભારતીય સંસ્કૃતિમાં માતાપિતા અને ભગવાનથી પણ ઉચું સ્થાન શિક્ષકનું હોય છે.
આ સ્થાનની મહત્તા પોતાના સેવાકાર્ય થકી જાળવી રાખીએ”: કલેક્ટરશ્રી આર.જે.હાલાણી
………
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.01: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી -2૦૨૧ અંતર્ગત પસંદગી પામેલ વિવિધ જિલ્લાના કુલ- ૨૯૩૮ ઉમેદવારોને નિમણુંક હુકમ એનાયત કરવાનો કાર્યક્રમ વિડિયો કોન્ફરન્સ મારફતે યોજવામાં આવ્યો હતો. જે અન્વયે તાપી જિલ્લામાં કલેકટર કચેરીના મીટીંગ હોલ અને દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા ખાતે કુલ-૪૮ શિક્ષકોને ક્લેકટર આર.જે.હાલાણીએ નિમણુંકપત્ર આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલા ૨૯૩૮ ઉમેદવારો પૈકી તેમના પ્રતિનિધી સ્વરૂપે ગાંધીનગર જિલ્લામાં પસંદગી પામેલા ૫ ઉમેદવારોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નિમણુંક પત્ર એનાયત કરી રાજ્યભરના નવનિયુક્ત શિક્ષકોને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેરણદાયી ઉદબોધન કર્યુ હતુ.
જિલ્લા સેવા સદનના મીટીંગ હોલ અને દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયમાં આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટરશ્રીએ નિમણૂંક પામેલ શિક્ષકોને પ્રાસંગિક ઉદબોધન કરી અભિનંદન પાઠવી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પારદર્શી સરકાર અને ફેસલેસ સરકારના અભિયાન હેઠળ મેરિટના આધારે ભરતી પ્રકિયા યોજી આપ સૌની નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિમાં માતાપિતા અને ભગવાનથી પણ ઉચું સ્થાન એક શિક્ષક્નું હોય છે. તેમ જણાવી આ સ્થાનની મહત્તા પોતાના સેવાકાર્ય થકી જાળવી રાખવા જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા, નિવાસી અધિક કલેક્ટર બી.બી.વહોનિયા, ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત નાયબ શિક્ષણ નિયામકશ્રી ડો.બી.સી.સોલંકી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઇ ચૌધરી, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય ડૉ.આષિશભાઇ શાહ, ટેકનોલોજી સહ શિક્ષણ પર હિસાબી અધિકારી ચેતનભાઇ પટેલ, ર.ફ.દાબુ કેળવણી મંડળના પ્રમુખ, શિક્ષકસંઘના હોદ્દેદારો, મદદનિશ શિક્ષક નિરીક્ષક શીતલબેન પટેલ, યામીનીબેન સહિત શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્ર્મનું સંચાલન હિતેશભાઇ માહ્યાવંશી દ્વારા કરવામાં આવ્યું હતુ તથા સંપુર્ણ કાર્યક્રમ કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *