તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં પિધ્ધડને હોબાળો મચાવવાનું ભારે પડ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા સેવા સદનમાં આજરોજ નશાની હાલતમાં એક પિધ્ધડે હોબાળો મચાવ્યો હોવાની ઘટના સદનમાં ચર્ચા ને ચગડોળે ચઢી હતી.
તાપી જીલ્લાનાં જિલ્લા મથક વ્યારાના પાનવાડી સ્થિત જીલ્લા સેવા સદનના બ્લોક નં. ૧૧માં આવેલ જીલ્લા શિક્ષણ અધીકારીની કચેરીમા આજરોજ તા. 15/11/19ના સાંજે પાંચ વાગ્યેના અરસામાં સંદીપભાઈ મંજીભાઈ ગામીત ઉ.વ. ૩૫ ધંધો નોકરી રહે. લીમડદા દાદરી ફળિયુ તા. વ્યારા જી. તાપી. વગર પાસ – પરમીટે કોઇ કેફી પીણાના નશો કરી આવી લથડીયા ખાતા ખાતા લવારા બકવાસ કરતો હતો, જેની જાણ પોલીસને થતા વ્યારા પોલીસમા ફરજ બજાવતા અ . પો . કો . પંકજભાઈ માધુભાઈએ ફરિયાદિ બની સંદીપભાઈ મંજીભાઈ ગામીત વિરુદ્ધ પ્રોહી. એકટ કલમ ૬૬ ( ૧ ) બી મુજબનો ગુનો વ્યારા પોલીસ મથકે નોંઘાવ્યો હતો. પોલીસે મેડિકલ કરાવવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગુનાની વધુ તપાસ બીટ ઈ.ચા. અ.હે.કો. ભીખુભાઈ ગગાભાઈ કરી રહ્યાં છે. આ આખી ઘટનામાં પિધ્ધડે જે હોબાળો મચાવી રમૂજ ઉપજાવી હતી તેની ચર્ચા સદનના અધિ/કર્મી. તથા કામકાજ અર્થે આવેલા લોકોના મુખે ચગડોળે ચઢી હતી.