તાપી જિલ્લાના તાલુકા કક્ષાના સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમો તા.૨૭મી નવેમ્બરે યોજાશે
પ્રજાજનો તા.૧૫મી નવેમ્બર સુધી તેમના પ્રશ્નો મોકલી શકશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મુખ્યમંત્રીશ્રીના અભિગમ અનુસાર દર માસે યોજાતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત, માહે નવેમ્બર માસના તાપી જિલ્લાના, તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમો તા..૨૭/૧૧/૨૦૧૯ના રોજ આયોજિત કરાયા છે.
સવારે ૧૧ વાગ્યાથી જે તે તાલુકા મથકે મામલતદાર કચેરી ખાતે શરૂ થનારા આ કાર્યક્રમો અનુસાર, વાલોડ તાલુકાના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, કુકરમુંડાના કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ઉચ્છલના કાર્યક્રમમાં કલેકટરશ્રી,, વ્યારા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, ડોલવણ ખાતે પ્રાંત અધિકારીશ્રી, સોનગઢ ખાતે પ્રાયોજના વહીવટદારશ્રી, અને નિઝર ખાતેના કાર્યક્રમમાં પોલીસ અધિક્ષકશ્રી ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમોમાં, જે અરજદારોએ તેમના પ્રશ્નો બાબતે, સંબંધિત કચેરી કે અધિકારીઓનો અવારનવાર સંપર્ક કર્યો હોવા છતાં, તેમના પ્રશ્નનો ઉકેલ આવ્યો ન હોય, તેવા પ્રશ્નો/સમસ્યાઓ તા.૧૫મી નવેમ્બર, ૨૦૧૯ સુધી સંબંધિત કચેરીઓને મોકલી આપવા એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે.