ગુજરાતના ધોડિયા આદિવાસીઓ સંપૂર્ણ રીતે પ્રાકૃતિ વસ્તુઓમાંથી બનતા આ ‘પેટીયું’ ની મદદથી આખુ વર્ષ કઠોળ સાચવે છે
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આપણે ભલે આધુનિક જીવન જીવી રહ્યા છીએ પરંતુ આદિવાસી સમાજના ઘણા લોકો આજે પણ આદિકાળથી ચાલી આવતી પરંપરાઓને જ અનુસરી તેમને જીવંત રાખે છે. જેમાંનું એક છે ‘પેટીયું’, જેનો ઉપયોગ કઠોળના સંગ્રહ માટે કરવામાં આવે છે. ગુજરાતના ધોડિયા આદિવાસીઓ સંપૂર્ણ રીતે પ્રાકૃતિ વસ્તુઓમાંથી બનતા આ ‘પેટીયું’ ની મદદથી આખુ વર્ષ કઠોળ સાચવે રાખે છે. જેનો આકાર પેટ જેવો હોય છે. ડાંગરના પૂળા અને છાણ માટીના ઉપયોગથી બનાવવામાં આવેલ આ પેટીયું કઠોળ સંગ્રહવા માટેની અદભુત રીત ઉપયોગી ગણવામાં આવે છે. જેમાં બહારના પડ પર છાણ-માટીનું આવરણ હોવાથી અંદરનું તાપમાન જળવાઈ રહે છે. તેમજ ભેજ અને જીવાતનો ભય પણ નથી રહેતો. આમાં તુવેર, વાલ, ચણા, મગ, અડદ જેવાં કઠોળને વર્ષો સુધી સાચવી શકાય છે.