તાપી જિલ્લામાં કોરોનાનો કહેર દમ તોડી રહ્યો છે

Contact News Publisher

તાપી જિલ્લા વહિવટી તંત્રની સક્રીય કામગીરી અને પ્રજાજનોની જાગૃતતાનું પરિણામ:
…………
આજરોજ જિલ્લામાં માત્ર 04 નવા કેસ નોંધાયા
…………….
છેલ્લા એક અઠવાડિયામાં કુલ- ૫૨૩ દર્દીઓ સાજા થયા
………………
(માહિતી બ્યુરો દ્વારા, તાપી-વ્યારા) :  26: તાપી જિલ્લામાં કોરોનાને જડમૂળથી સમાપ્ત કરવામાં માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંભવત તમામ કોશિશો કરવામાં આવી રહી છે. જિલ્લાના નાગરિકો તરફથી પણ તંત્રને સારો પ્રતિભાવ/સાથ સહકાર મળી રહ્યો છે. કોરોનાના કપરાકાળમાં જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી નાગરિકોને સતત સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા માટે સુચનો કરતા આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજરોજ જિલ્લામાં કોરોનાના માત્ર 04 જ નવા કેસ નોંધાયા છે જ્યારે 61 દર્દીઓ રિકવર થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. આ સાથે છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લામાં 50થી પણ ઓછા કેસ નોંધાતા જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. આ ઉપરાંત આ અઠવાડિયા દરમિયાન કુલ-૫૨૩ દર્દીઓ સાજા થયા છે.
કલેક્ટરશ્રીના નેતૃત્વમાં કોરોનાને નાથવા માટે તંત્રએ તમામ કોશિશો કરી છે. કોરોનાના કહેરમાં આરોગ્ય વિભાગ સાથે અન્ય સૌ વિભાગોની ભૂમિકા પણ ખૂબ જ સરાહનિય રહી છે. ભગવાન સમાન ભૂમિકા નિભાવી રહેલા ડોક્ટરો અને નર્સોએ કોરોનાકાળમાં હિંમત હાર્યા વગર અને પોતાના પરિવારથી દૂર રહીને દિવસ-રાત એક કરી કોરોનાને હરાવવા અને દર્દીઓને સાજા કરવા ખડેપગે કામ કરી રહ્યા છે. આજે તાપી જિલ્લામાં કોરોનાના કેસો અલ્પ પ્રમાણમાં નોંધાયા છે જે જિલ્લા વહિવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પ્રજાજનો માટે રાહતના સમાચાર છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ “મારૂ ગામ કોરોનામુક્ત ગામ” મહાઅભિયાનને ગંભીરતાથી લઈને કલેક્ટરશ્રીએ તંત્રના અધિકારીઓ સાથે મળી માઇક્રો-પ્લાનીંગ કરીને કોરોના વાયરસને નાથવા કામગીરીઓ હાથ ધરી હતી. જેના પરિણામ સ્વરૂપે છેલ્લા એક અઠવાડિયામાં નિઝરમાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જ્યારે કુકરમુંડામાં 2 અને ઉચ્છલમાં 1 કેસ, વ્યારામાં ૮૫, વાલોડમાં ૩૧ કેસો, ડોલવણમાં ૧૯ અને સોનગઢમાં ૧૭ કેસો સાથે કુલ- ફકત ૧૫૫ કેસો નોંધાયો છે. એમ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
તાપી જિલ્લા વહિવટી તંત્ર કોરોનાની ગતિને કાબૂ કરવા માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરી રહી છે. જેની સફળતા લોકોના સહકાર અને જાગૃતતા ઉપર નિર્ભર કરે છે. જિલ્લામાં કોરોના વાયરસના ઘટતા કેસો દર્શાવે છે કે તાપીવાસીઓ જાગૃત નાગરિકો છે.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other