મંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ અને ઉમરપાડાની પ્રજાનાં આરોગ્ય હેતુ ઓકિસજનના પ્લાન્ટ માટે રૂા.૧.૨૩ કરોડ ફાળવ્યા

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): તાજેતરમાં સમગ્ર રાજયમાં તથા દેશમાં કોરોના માહામારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે માન.મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના મત વિસ્તાર ૧૫-માંગરોળ માં સમાવિષ્ટ માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં પણ કોોનાનું સંક્રમણ વધુ જોવા મળતા. માંગરોળ અને ઉમરપાડા તાલુકાની પ્રજા તાલુકામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સારવાર મેળવે છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓકિસજનની સુવિધા નથી.આ સુવિધા નજીકમાં મળી રહે તેવી રજુઆતો મહામંત્રીશ્રી સુરત જિલ્લા સંગઠનશ્રી દિપકભાઈ વસાવા, પ્રમુખશ્રી તાલુકા પંચાયત માંગરોળ શ્રીમતિ ચંદનબેન ગામીત, પ્રમુખશ્રી તા.પં. ઉમરપાડા શ્રીમતિ શારદાબેન ચૌધરી, માંગરોળ તાલુકા સંગઠનના પ્રમુખશ્રી દિલીપસિંહ ચૌહાણ, મહામંત્રીશ્રીઓ તથા ઉમરપાડા તાલુકા સંગઠનના પ્રમુખશ્રી વાલજીભાઈ વસાવા, મહામંત્રીશ્રીઓ તથા માંગરોળ અને ઉમરપાડા તાલુકાના જિ.પં.સદસ્યશ્રીઓ તથા તા.પં.સદસ્યશ્રીઓ તરફથી માન.મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા ને રજુઆત કરતા, આ ઓકિસજન પ્લાન્ટની સુવિધા પુરી પાડવા શ્રી ગણપતસિંહ વસાવા માન.મંત્રીશ્રી વન, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળકલ્યાણ એ તેમની સને-૨૦૨૧૨૨ ની વર્ષની ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ તાલુકા માટે રૂા. ૬૧.૫૦ લાખ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરપાડા તાલુકા માટે રૂા.૬૧.પ૦ લાખ મળી કુલ રૂા.૧.૨૩ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. સામુહિક આરોગ્ય કેન્દ્ર, માંગરોળ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉમરપાડા ખાતે ઓકિસજન પ્લાન્ટ શરૂ થતા તાલુકાની જનતાને સમયસર નજીકમાં સારવાર મળી રહેશે. આ ગ્રાન્ટ ફાળવતા સ્થાનિક આગેવાનો તથા માંગરોળ અને ઉમરપાડા તાલુકાની પ્રજાજનોએ આ નિર્ણયને આવકાર આપ્યો અને મંત્રી ગણપતસિંહ વસાવાનો આભાર વ્યકત કર્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other