નિઝર તાલુકાના સરપંચ એસોસીએશન દ્વારા BTS પ્રમુખને દબાણમાં લાવવાનો પ્રયાસ કરવાનાં વિરોધમાં આવેદન પત્ર અપાયું

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતમાં આચરવામાં આવેલ ભ્રષ્ટ્રાચાર બાબતે જાગૃત નાગરિક દ્વારા માંગવામાં આવતી માહિતી સંબંધે સરપંચો દ્વારા લોકશાહીનું હનન કરી જાગૃત નાગરિક વિરુદ્ધ આવેદનપત્ર આપી વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નિઝર તાલુકાના ભિલીસ્થાન ટાઈગર સેના સંગઠનના પ્રમુખ સમીર નાઈક અને કાર્યકરો દ્વારા નિઝર તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરવા માટે આજ રોજ નિઝર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી, મે.મામલતદાર નિઝર અને પ્રાંત સાહેબ, જિલ્લા કલેકટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લાના પોલીસ વડાને સંબોધી આવેદનપત્ર આપવામાં આવેલ છે

આ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે કે સને ૨૦૦૫માં કેન્દ્ર સરકાર દ્વારા પારદર્શક વહીવટ અને જવાબદેહી તેમજ ભ્રષ્ટ્રાચાર અટકાવવા અધિનિયમ-૨૦૦૫(rti -૨૦૦૫) જમ્મુ કાશ્મીર રાજ્ય અને કેન્દ્ર સરકારના ગુપ્તચર વિભાગ સિવાય સમગ્ર ભારત દેશમાં આ કાયદો લાગુ કરવામાં આવેલ છે. શુ નિઝર તાલુકાના સરપંચોને આ કાયદાના નિયમ ખબર નથી ? Rti કોઈ પણ વ્યક્તિ કરે શકે ? માહિતી માંગવાનો દરેક નાગરિકનો હક છે. ત્યારે નિઝર તાલુકાના ૧૯ પંચાયતના સરપંચોને પેટમાં આગ કેમ લાગી ? એવું લાગે છે કે નિઝર તાલુકાના ૧૯ ગ્રામ પંચાયતોનું કૌભાંડ બહાર આવે તે પહેલા માહિતી માંગનાર જાગૃત નાગરિકોનો અવાજ દબાવી દેવો જોઇએ. સમીરભાઈ નાઈકે આદિવાસી સમાજના સંવેધાનિક હક્ક અધિકાર માટે લોકોમાં જનજાગૃતિ લાવવાનું કામ અને સમાજમાં થતા અન્યાય અત્યાચાર અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવાનું કામ કરી રહયા છે. એટલા માટે સમીર નાઈકના વિરુદ્ધમાં  નિઝર તાલુકાના ૧૯ ગ્રામ પંચાયતના સરપંચો અને સરપંચ એસોસીએશન દ્વારા તા.૧૦/૦૫/૨૦૨૧ અને તા.૧૨/૦૫/૨૦૨૧ તાપી જિલ્લાના વહીવટીતંત્રને અને પોલીસ તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમીર નાઈકે તારીખ : ૦૯/૧૧/૨૦૨૦ના રોજ નિઝર તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં કેટલશેડ ગ્રાન્ટ, રેતીની ગ્રાન્ટ, એમ.પી., અને એમ.એલ.એ. ની ગ્રાન્ટ, ટ્રાયબલની ગ્રાન્ટ, ગુજરાત પેટર્ન યોજનાની ગ્રાન્ટ, નાણાપંચની ગ્રાન્ટ, covid 19 ની રાહત ગ્રાન્ટ, વિશે થયેલા કામોની તમામ ગ્રામ પંચાયતોમાં માહિતી માંગવામાં આવેલ હતી. તે માહિતીના આધાર પર જાતે જ માહિતીનો અભ્યાસ કરતા નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામપંચાયત સરવાળામાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થયેલ હોવાના પુરાવા મળેલ છે. રેતીની ગ્રાન્ટ વર્ષ ૨૦૧૬/૧૭ થી ૨૦૨૦/૨૧ સુધી ગ્રામ પંચાયત વાઇઝની માહિતી નીચે પ્રમાણે છે.

(૧) ગ્રુપ ગ્રામ પંચાયત સરવાળા ને રુપિયા.૯૩,૭૯,૮૧૮/- ( ત્રાણુ લાખ ઓગણ્યાહેશી હજાર આઠસો અઢાર રૂપિયા   )
(૨) ગ્રામ પંચાયત અંતુર્લી ને રૂપિયા ૩૨,૬૦,૫૩૫/-(.બત્રીસ લાખ સાઈઠ હજાર પાંચસો પાત્રીસ રૂપિયા)
(૩) ગ્રામ પંચાયત  કોઠલી બુદ્રક  ને રૂપિયા,૧૪,૯૧,૨૬૫/- (ચૌદ લાખ એકાણું હજાર બસો પાસેઠ  રૂપિયા)
(૪) ગ્રામ પંચાયત વાંકા ને  રૂપિયા,,=૧૨,૨૮,૦૧૯/- (બાર લાખ અઠાવીસ હજાર ઓગણીશ રૂપિયા)

(૫) ગ્રામ પંચાયત વેલદા ને રૂપિયા=૧૦,૫૫,૦૮૨(દસ લાખ પંચાવન હજાર બ્યાસી રૂપિયા)
(૬) ગ્રામ પંચાયત વ્યાવલ  ને રૂપિયા=૧૧,૯૨,૮૭૩ ( અગ્યાર લાખ બાણ હજાર આઠસો તોતેર રૂપિયા)
(૭) ગ્રામ પંચાયત હરડુલી ને રૂપિયા=૪૭,૩૯૭ (સુડતાલીસ હજાર ત્રણસો સતાણુ રૂપિયા )
આ તમામ   ગ્રામ પંચાયતોમાં મોટા ભાગે ભ્રષ્ટ્રાચાર જોવા મળશે ? મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જણાતા જાગૃત નાગરિકે તારીખ ૦૬/૦૫/૨૦૨૧ના રોજ ગ્રુપ ગ્રામ પંચાયત સરવાળામાં માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ બીજી અરજી દાખલ કરી રેતીની ગ્રાન્ટ દ્વારા થયેલ તમામ કામોની માહિતી માંગવામાં આવી હતી.
સરવાળા અને અંતુર્લી ગ્રામ પંચાયતોમાં રેતી કંકરની ગ્રાન્ટની મોટા પાયા પર ભ્રષ્ટાચાર થયેલ હોવાથી અને જાગૃત નાગરિકને માહિતી આપવાને બદલે તા.૧૦/૦૫/૨૦૨૧ના રોજ આવેદનપત્ર આપી જાગૃત નાગરિક પર ખોટા આરોપો મૂકવામાં આવેલ છે. અને ફરી એક વખત તા.૧૨/૦૫/૨૦૨૧ના રોજ નિઝર તાલુકાના ૧૯ સરપંચોએ આવેદનપત્ર આપી જાગૃત નાગરિકને બદનામ કરવાનું કૃત્ય કરવામાં આવેલ છે.
સરપંચો દ્વારા આ રીતે આવેદનપત્ર આપી અરજદારને માહિતી આપવાને બદલે દબાણમા લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી ક્રમ મંત્રીને જાહેર માહિતી અધિકારી તરીકે નિમણૂક કરેલ છે. અને જે તે પ્રકારની માહિતી પૂરી પાડવાની જવાબદારી તલાટી ક્રમ મંત્રીની રહે છે. સરપંચો દ્વારા તેમજ સરપંચ એસોસિયેશન દ્વારા આ રીતે માહિતી અધિકાર કાયદા ૨૦૦૫ વિરોધમાં આવેદનપત્ર આપવું એ ગેરબંધારણીય છે. શું જાહેર માહિતી અધિકારી ગ્રામ પંચાયતના સરપંચ છે ? શું માહિતી આપવાનો અધિકાર સરપંચોને છે ? આવા પ્રશ્ન અનેક ઉભા થઈ રહયા છે ? નિઝર તાલુકાની તમામ ગ્રામ પંચાયતોની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવવાની શક્યતાને નકારી શકાય તેમ નથી ? ભૂતકાળમાં ગ્રુપ ગ્રામ પંચાયત ખોડદામાં સરપંચ વિરુદ્ધ વર્ષ ૨૦૧૭માં મનરેગામાં મૃત્યુ પામનાર વ્યક્તિ અને નોકિરિયાત નામે મસ્ટર ભરી કાગળ ઉપર કામો દર્શાવી નાણાં ઉપાડી લેવામાં આવ્યા  હતા. તે અનુસંધાને જાગૃત નાગરિકે મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજની કોર્ટમાં ફેબ્રુઆરી ૨૦૧૮માં કેસ દાખલ કરવામાં આવેલ હતો. સિવિલ કોર્ટે તા.૦૫/૧૦/૨૦૨૦ના રોજ જજમેન્ટ આપવામાં આવેલ હતું કે સેક્સન૧૫૬(3) હેઠળ M કેસ દાખલ કરવા પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી કોર્ટના હુકમનો અનાદર કરવામાં આવેલ છે અને આજ દિન સુધી એફઆઈઆર કરવામાં આવેલ નથી ? તો પછી કોના ઇશારે તંત્ર ચાલે છે ? નિઝર તાલુકામાં Rtiની માહિતી માંગનાર જાગૃત નાગરિકોને સરપંચના અસામાજિક તત્વ દ્વારા ઘરમાં ઘૂસીને ઢોર માર મારવામાં આવે છે. તો શું સરપંચને હક આપવામાં આવેલ છે કે rti કરનાર જાગૃત નાગરિકને મારવો ?નિઝર તાલુકામાં rtiની માહિતી માંગનાર જાગૃત નાગરિકોને સરપંચ અને તેમના મળતિયાઓ દ્વારા કહેવામાં આવે છે કે તમે માહિતી કેમ માગી ? અરજદારોના ઘરમાં ઘૂસીને અરજદારને અને અરજદારના પરિવારને  ઢોર માર મારવામાં આવે છે. તેજ દિવસે બનાવ અંગે અરજદાર  અને ગ્રામજનો નિઝર પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા ગયા હતા. પણ અરજદાર પર જ એફ.આઈ.આર દાખલ કરવામાં આવી હતી. તો પછી કોના ઇશારા પર ચાલે છે તંત્ર ? આવી ઘટના વારેઘડી ના થાય એટલા માટે ભવિષ્યમાં નિઝર તાલુકાના rtiના અરજદારો તેમ જ બીટીએસ સંગઠનના કાર્યકર્તાઓ ને જાનમાલની નુકસાન થશે તો નિઝર તાલુકાના ૧૯ ગામના સરપંચોની સંપૂર્ણ જવાબદારી રહેશે એમ સમીર નાઈકે જણાવ્યું છે. મને પણ પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે એવી સમીર નાઈકે આ આવેદનપત્રમાં જણાવ્યું છે. જે મારા પર ગંભીર આરોપો નિઝર તાલુકાના ૧૯ સરપંચો દ્વારા મુકવામાં આવેલ છે. તેમના  પાસે પુરાવા હોય તો ૨(બે) દિવસમાં રજૂ  કરવામાં આવે નહીં તો મને ન્યાય મેળવવા માટે માનહાનિનો દાવો કરવા માટે કોર્ટમાં જવાની ફરજ પડશે. એવુ આ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *