તાપી જિલ્લાનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮મી નવેમ્બરે યોજાશે

Contact News Publisher

પ્રજાજનો તા.૧૫મી નવેમ્બર સુધી તેમના પ્રશ્નો મોકલી શકશે :

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મુખ્યમંત્રીશ્રીના અભિગમ અનુસાર દર માસે યોજાતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત, માહે નવેમ્બર માસનો તાપી જિલ્લાનો, જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮/૧૧/૨૦૧૯ના રોજ આયોજિત કરાયો છે.
વ્યારા સ્થિત કલેકટર કચેરી ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં, જે અરજદારોએ તેમના પ્રશ્નો બાબતે, સંબંધિત કચેરી કે અધિકારીઓનો અવારનવાર સંપર્ક કર્યો હોવા છતાં, તેમના પ્રશ્નનો ઉકેલ આવ્યો ન હોય, તેવા પ્રશ્નો/સમસ્યાઓ તા.૧૫મી નવેમ્બર, ૨૦૧૯ સુધી કલેકટર કચેરીને મોકલી આપવા એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *