તોઉ-તે વાવાઝોડાના સંદર્ભે તાપી જિલ્લામાં ક્વિક રીસપોન્સ ટીમ દ્વારા સરાહનીય કામગીરી
ક્વિક રીસપોન્સ ટીમ અને કંટ્રોલ રૂમ ટીમ ૨૪*૭ કાર્યરત
…….
વહિવટી તંત્રના સફળ સંકલનના પરિણામ
કોઇ જાનહાનિ-પશુહાનિ નોંધાયેલ નથી
………….
માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.18: તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરના અનુસંધાને સમગ્ર ગુજરાતની સાથે તાપી જિલ્લો પણ એક્શન મોડમાં આવી ગયો છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી આર.જે.હાલાણીના સૂચન અને માર્ગદર્શન હેઠળ દરેક તાલુકમાં ક્વિક રિસ્પોન્સ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. જિલ્લામાં વાવાઝોડા પહેલા-તે દરમિયાન અને વાવાઝોડા પછી સર્જાતીએ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરા આયોજનના ભાગરૂપ વહીવટીતંત્ર દ્વારા સંકલનમાં રહી ઉચ્ચ કક્ષાની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામા વાવાઝોડાના પ્રભાવથી તોફાની પવનો અને ભારે વરસાદથી વિવિધ જગ્યાએ ઝાડ પડયા હતા અને ઘરોને નુકસાન થવાની ઘટના બની હતી. જેમાં વિવિધ વિભાગોની ક્વિક રીસપોન્સ ટીમ દ્વારા તાત્કાલીક કામગીરી કરવામાં આવી છે. રાતના સમયે પણ આ ટીમોને માહિતી મળતા ઝાડ ખસેડવાની કામગીરી તુરંત જ હાથ ધરી રસ્તો સાફ કરવામાં આવે છે. જેથી વાહનવ્યવહાર ઉપર કોઇ અસર પડી નથી. આ ટીમો ૨૪*૭ કાર્યરત છે. કંટ્રોલ રૂમ દ્વારા કોઇ ઘટનાની માહિતી મળતા તરત જ ઘટના સ્થળે પહોચી સુવ્યવથા ઉભી કરવામાં આવે છે. જે ખરેખર સરાહનીય છે.
તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકામાં ક્વિક રીસ્પોન્સ ટીમ એક્ટીવ છે જે ગામમાં વાવાઝોડાના આગમનથી થતા ફેરવાર અંગે દેખરેખ રાખી સતત કંટ્રોલ રૂમને જાણ કરી રહી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના દાદરી ફળીયા ખાતે તોઉ-તે વાવાઝોડાના ભારે પવનોના કારણે ઘર ઉપર ઝાડ પડી ગયુ હતુ. જેમાં ઘરના ચાર પતરા ટુટી ગયા હતા. જેમાં કોઇ જાનહનથી થઇ નથી. કપુરા ગામના તાડ ફળીયા ખાતે પવનો અને આછા વરસાદ થી ઘર પડી ગયુ હતુ. ઘટના સ્થળે પહેલાથી જ રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાથી કોઇ જાનહનથી થઇ નથી.
સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં વાવાઝોડાને લીધે અત્યાર સુધી કોઈને નુકશાન કે જાનહાનિ થઈ નથી. જ્યારે સોનગઢના મેંઢા ગામ, ઉકાઇ ગામે તથા હિંદલા ગામે ડાંગ જિલ્લાને જોડતા રસ્તા ઉપર ઝાડ પડી ગયું હતું.
જેને ફોરેસ્ટ વિભાગની ક્વિક રીસપોન્સ ટીમ દ્વારા તાત્કાલીક હટાવી લેવામાં આવી છે. બંને ગામોમાં કોઈ જાનહાનિ કે અન્ય કોઈ નુકસાન થયું નથી.
ગ્રામજનોની સલામતી માટે તમામ તાલુકાઓમાં તેમજ જિલ્લા કક્ષાએ 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. જે કંટ્રોલ રૂમના નંબરો નીચે જણાવ્યા મુજબના છે. તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો ટોલ ફ્રી નં-૧૦૭૭ અને ફોન નંબર ૦૨૬૨૬-૨૨૩૩૩૨ છે તથા મામલતદાર કચેરી વ્યારા- ૦૨૬૨૬-૨૨૪૦૧૨, મામલતદાર કચેરી ડોલવણ- ૦૨૬૨૬-૨૫૧૦૧૨, મામલતદાર કચેરી વાલોડ- ૦૨૬૨૫-૨૨૦૦૨૧, મામલતદાર કચેરી સોનગઢ- ૦૨૬૨૪-૨૨૨૦૨૩, મામલતદાર કચેરી ઉચ્છલ- ૦૨૬૨૮-૨૩૧૧૦૫, મામલતદાર કચેરી નિઝર- ૦૨૬૨૮-૨૪૪૨૨૩, મામલતદાર કચેરી કુકરમુંડા- ૦૨૬૨૮-૨૨૩૩૨૪ છે.
૦૦૦૦૦૦૦