TEAM HELPING HANDS 202 વ્યારા દ્વારા જરૂરિયાતમંદ લોકો અને દર્દીઓને ફૂડ પેકેટ વિતરણ કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાના રહેવાસી અંકુશ પુરોહિત અને ભારતભરમાં ફેલાયેલી તેમની ટીમ TEAM HELPING HANDS 202ના મદદગાર યુવાઓએ સાથે મળીને વ્યારામાં 350 થી વધુ જરૂરિયાતમંદ લોકો અને દરેક હોસ્પિટલોમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યુ.
TEAM HELPING HANDS 202નાં અંકુશ પુરોહિતે જણાવ્યુ હતું કે, તેઓ 3 વર્ષથી લોકોની અલગ અલગ પ્રકારે સેવા કરી રહ્યા છે અને તેઓ આખા ભારતમાંથી સ્વયંસેવકોની ટીમ સાથે સંકળાયેલા છે. આ કોરોના રોગચાળામાં, અંકુશ પુરોહિત અને તેમના સાથી સ્વયંસેવકોએ વ્યારાની જેમ જ ભારતભરના જરૂરિયાતમંદ લોકોની સેવા કરી છે. વ્યારા સિવિલ હોસ્પિટલ, જનક હોસ્પિટલ, રિધમ હોસ્પિટલ, શૈલેન્દ્ર હોસ્પિટલ, મોદી હોસ્પિટલ અને રસ્તાની બાજુમાં ભૂખ્યા સૂતા તમામ લોકો અને બાંધકામની સાઈટમાં કામ કરતા મજૂરોને પણ ફૂડ પેકેટનું વિતરણ કર્યુ હતુ. અંકુશ પુરોહિત તેમજ વ્યારાથી શંકર પુરોહિત, રોશન ચૌધરી, વિકી ગામિત, લાલુ ગામીત, વિપુલ ગામિત, કરણ ગામીત, આશિષ મહાલે, પૃથ્વી મોહિતે વ્યારામા લોકોની સેવા કરી હતી અને આખી ટીમે લોકોને મળીને ફૂડ પેકેટ આપ્યા હતાં.