નિઝર તાલુકાના બોરદા ગામે ખેતરમાંથી રસ્તો બનાવાની તજવીજ હાથ ધરાતા ખેડુતે વાંધો ઉઠાવ્યો
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજ રોજ નિઝર તાલુકાના બોરદા ગામમાં રહેતા ખેડૂતની જમીનમાં રસ્તો આવેલ ન હોવા છતાં ગ્રામ પંચાયતના સરપંચના પતિ દ્રારા મનરેગા યોજના હેઠળ રસ્તો ખેતરમાંથી બનાવવા માટે મટીરીયલ્સ ઠાલવી દેવામાં આવતા ખેડૂતે સરપંચના અને એના પતિ વિરુદ્ધમાં તાલુકા વિકાસ અધિકારી નિઝરને લેખિતમાં રજૂઆત કરી વાંધો ઉઠાવ્યો છે.
નિઝર તાલુકાના બોરદા ગામમાં રહેતા ખેડૂત રાકેશભાઈ માધવભાઈ વળવીએ લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે સંયુક્ત ખાતાની જમીન બોરદા ગામે સર્વે નં.-૫૧ જૂની સર્વે નં.-૮૦ ખાતા નં.૧૫૬ શેત્રફળ ૭-૮૮-૧૩ આકાર ૨૯.૯૪ વાળી જમીન આવેલી છે. જે સંયુક્ત ખાતેદારોના નામે ચાલી આવેલ છે. આ જમીનના પૂર્વ સાઈટમાં કોઈ પણ પ્રકારનો રોડ ન હોવા છતાં બોરદા ગામના સરપંચના પતિ દ્વારા માલિકીના ખેતરમાંથી રસ્તો બનાવવા માટે પથ્થર તથા મુરમ નંખાવવામાં આવેલ છે. મનરેગા યોજના હેઠળ માલિકીની જમીનમાંથી મેટલ રોડ બનાવવાની તૈયારી ચાલી રહી છે. ખેડૂતની મંજૂરી વગર ખેતરમાં મેટલ રસ્તો બનાવવામાં આવી રહયો છે. આ બાબતે ગ્રામ પંચાયતના જવાબદારોને કહેવા જતા મહિલા સરપંચના પતિએ જણાવ્યું કે પથ્થર તથા મુરમ તમારા ખેતરમાં નાંખી આપેલ છે. એટલે સેટલમેંટ કરી લે, નહીં તો સેટલમેંટ નહીં કરે તો તમારાથી જે થાય તે કરી લેજો. એવી ધમકીઓ સરપંચના પતિએ આપી હોવાનો આક્ષેપ ખેડૂતે કર્યો છે. ખેતરમાંથી રસ્તો ન બનાવવા તેમજ નાખેલા મટીરીયલ્સ પરત ઉઠાવી લેવામાં આવે એવી રજૂઆત કરવામાં આવેલ છે. હાલમાં એ જોવાનું રહયું કે તાલુકા વિકાસ અધિકારી નિઝર તપાસ કરી કર્યવાહી કરશે ? જે આવનાર સમયમાં ખબર પડશે ?