ડાંગ જીલ્લામાં પણ જોવા મળી તાઉતે વાવાઝોડાની અસર અસંખ્ય વુક્ષ ધરાશાઇ થવાની સાથે ઠેર ઠેર મકાનોના પતરા ઉડયા

Contact News Publisher

ડાંગ પંથકમાં સવારથી તેજ ગતી એ ફુંકાતા પવનને કારણે ઠેર ઠેર ધરોના પતરા ઉડતા લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો

ડાંગમાં તેજ ગતિથી ફુંકાયેલા વાવાઝોડાને પગલે જાખાના પ્રાથમિક શાળાના પતરા ઉડતા ભારે નુકસાન થવા પામ્યુ હતુ
બીજી તરફ સાકરપાત ખાતે જીપ ઉપર તોતિંગ વુક્ષ ધરાસાઇ થતા મોટી જાનહાની ટળી હતી

જિલ્લામાં સવાર થી તેજ ગતી ફુંકાયેલા વાવાઝોડાને પગલે કોઈ જાનહાની થયાની ધટના બનવા પામી ન હતી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : મળતી માહિતી મુજબ ગુજરાત રાજયમાં ત્રાટકનાર તાઉતે વાવાઝોડા ની અસર ડાંગ જીલ્લા ના ગીરીમથક સાપુતારા શામગહાન ગલકુંડ સુબીર આહવા વઘઇ કાલીબેલ ગારખડી જેવા સરહદીય વિસ્તાર માં જોવા મળી હતી આ તાઉતે વાવાઝોડા ને લઇ આજ રોજ વહેલી સવાર થી જ સમ્રગ પંથક ના વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો અને આજે વહેલી સવાર થી સમગ્ર ડાંગ પંથક માં ઝરમરીયો કમોસમી વરસાદ ની સાથે જોરદાર પવન ફુંકાતો રહ્યો હતો જેના પગલે જીલ્લા પંથક માં ઠેર ઠેર તોતિંગ વુક્ષો ધરાશાઇ થયા હોવાના ધટના બનવા પામી હતી જેમાં વાવાઝોડા રૂપી જોરદાર પવન ફુકાતા સાકળપાત ખાતે એક જીપ પર તોતિંગ વુક્ષ ધરાશાઇ થતા ગાડી નો ખુરદો બોલાઇ જતા માલિક ને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો જયારે આ વુક્ષ ધરાશાઇ થતા સદનસીબે કોઈ જાન હાની થવા પામી ન હતી.બીજી તરફ ભારે ગતિ થી ફુંકાયેલા વાવાઝોડા ને પગલે વઘઇ રેલ્વે સ્ટેશન અને જાખાના પ્રાથમિક શાળા સહિત પંથક ના આદિવાસી પરિવાર જનો ના ધર ના પતરા ઉડી જતા લોકો ને મોટુ નુકશાન થવા પામ્યુ હતુ જયારે વાવાઝોડાં ને કારણે ઠેર ઠેર વુક્ષો ધરાશાઇ થતા થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાયો હતો પણ વીજ કર્મચારી એ યુધ્ધ ના ધોરણે કામગીરી હાથ ધરી ટુંક સમય માં વીજ પુરવઠો પુન:હ શરૂ કર્યો હતો જયારે જીલ્લા માં વાવાઝોડાં ની સાથે અમૂક વિસ્તાર માં કમોસમી વરસાદ ખાબકતા ઉનાળુ પાક લેતા ખેડુતો માં ચિંતા ના વાદળો ઘેરાયા હતા પવન સાથે કમોસમી વરસાદ ના ઝાપટાં પડતા વાતાવરણ ઠંકક પ્રસરી જતા લોકો એ ગરમીથી આશંકિત રાહત અનુભવી હતી વળી ગુજરાત માં રાત્રી દરમિયાન ત્રાટકવા નાર વાવાઝોડા ને પગલે જીલ્લા વહીવટી તંત્ર એ લોકો ને સાવચેતી રાખવા માટે ધરે જ રહેવા માટે ની અપીલ કરી હતી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other