તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વ્યારા નગરમાં નગર પાલિકા પ્રમુખ સેજલબેન રાણા તેમજ સભ્યો દ્વારા આર્યુવેદિક પોટલીનું વિતરણ કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજકોસ્ટ સંચાલિત કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી દ્વારા આયુર્વેદિક પોટલીઓનું વિતરણ કર્યું. જેમાં વ્યારા નગર પાલિકાના પ્રમુખ સેજલબેન રાણા તથા નગર પાલિકાના કોર્પોરેટરો અને પાલિકાના કર્મચારીઓના સહયોગથી ગુજકોસ્ટના માધ્યમ થકી ચાલતું લોકવિજ્ઞાન કેન્દ્રના સૌજન્યથી ઘરે ઘરે જાહેર સ્થળએ હોસ્પિટલમાં અને તમામ સરકારી કચેરીઓમાં કોરોનાની મહામારીથી સ્વરક્ષણ મળે તે હેતુથી આરોગ્ય વર્ધક પોટલીઓનું વિતરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં જિલ્લા લોકવિજ્ઞાન વિજ્ઞાનનાં ડાયરેક્ટર શ્રી કેતનભાઈ શાહ દ્વારા મહામારી સામે રક્ષણ મળે તેથી સમગ્ર જીલ્લામાં પણ પોટલી વિતરણનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે તાપી જીલ્લાના દરેક તાલુકા સ્થળે કોવીડ- ૧૯ અંગેના પોસ્ટર દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. તેમાં જિલ્લા વહીવટી તંત્રનો સહયોગ રહેશે. જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વ્યારા નગરમાં આરોગ્યવર્ધક કપૂર, લોવિંગ, અજમાની આયુર્વેદિક પોટલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.