તાપી જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા સેવા યજ્ઞ કરતા ભાજપ હેલ્પડેસ્કને ૨૧૦૦૦/ અને કાનપુરા મંડળને ૧૧૦૦૦/નું યોગદાન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા છેલ્લા બે વર્ષથી કોવીડ-૧૯ મહામારી સંદર્ભે અનાજ વિતરણ,દવા વિતરણ, ઉકાળાઓ, CM રાહત ફંડ ,પ્રધાનમંત્રી રાહત ફંડ જેવી સેવાકીય પ્રવૃતિઓ ભૂતકાળમાં કરી છે. અત્યાર સુધીમાં શાળા સંચાલક મંડળ દ્વારા સમગ્ર જીલ્લાને આવરીને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સૌ શાળા સંચાલોકોના દાનના માધ્યમ થકી એકત્ર થઇલ ફંડમાંથી વિવિધ મદદ કરવામાં આવેલ છે.
હાલમાં મહામાંરીએ વધુમાથું ઉચકતા તાપી જીલ્લાની સિવિલ હોસ્પીટલની સામે ટીફીનનું વિતરણ તેમજ સવાર સાંજ જમવાની વ્યવસ્થા તથા હેલ્પડેસ્કનું આયોજન ભાજપ તાપી દ્વારા હાથ ધરેલ છે. જેમાં અમોએ ૨૧૦૦૦/નું યોગદાન આપી તેઓની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવવાનો એક નાનકડો પ્રયાસ અમારા દ્વારા કરેલ છે.
વધુમાં વ્યારાનગર વોર્ડ ન- ૭ માં કાનપુરા યુવક મંડળ દ્વારા વિવિધ હોસ્પિટલોમાં ટીફીન વિતરણ તેમજ ઓક્સીજન મેળવવાના મશીનો લાવી દર્દીને જીવન બચવાના સેવાકીય કાર્યો કરી રહેલ છે.તેમાં પણ અમોએ ૧૧૦૦૦/નું યોગદાન તાપી જિલ્લા શાળા સંચાલક મંડળના મહામંત્રી કેતનભાઈ શાહ દ્વારા ચેક વિતરણ કરી વ્યવસ્થા ગોઠવી આપી હતી