ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના આંબેડકર ભવન ખાતે ભા.જ.પા.નો સંગઠન પર્વ યોજાયો
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ભારતીય જનતા પાર્ટીના બંધારણના નિયમો પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દર ત્રણ વર્ષે સંપૂર્ણ સભ્યની ફરી વખત સંગઠનની રચના થતી હોય છે અને દરત્રણ વર્ષે ૨૦ ટકાનો વધારો સંગઠનના કાર્યકર્તાઓનો થાય છે
સંગઠન પર્વ 2019 ના અનુસંધાને આજે ડાંગ જિલ્લામાં ત્રણ મંડળો સુબીર આહવા અને વઘઈ ના તાલુકા કક્ષાએ પ્રમુખશ્રી અને મહા મંત્રીશ્રીની નિમણૂક ભાજપ પ્રદેશ દ્વારા કરવામાં આવી હતી. સંગઠન સંરચના અધિકારી જનક ભાઈ બગદાણાવાળા (સુરતના પૂર્વ ધારાસભ્ય ) ડાંગ જિલ્લાના પ્રભારી કરસન પટેલ અને ડાંગ જિલ્લાના પ્રમુખ બાબુરાવ ચોર્યાના અધ્યક્ષસ્થાને સંગઠન પર્વ યોજાયો હતો. સંગઠન પર્વ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ યોજાયેલા સંગઠન પર્વમાં ઉપલી કક્ષાએ નિમણૂક પામેલા પ્રમુખ અને મહામંત્રીનું નામ સંગઠન સંરચના અધિકારી અને સુરતના પૂર્વ ધારાસભ્યશ્રી જનકભાઈ બગદાણા વાળાએ આહવા મંડળના પ્રમુખ તરીકે હીરાભાઈ રાઉત અને મહામંત્રી તરીકે મહેન્દ્રભાઈ વાઘેલા અને વિજય ભાઈ ચૌધરી સુબીર તાલુકા માં પ્રમુખ તરીકે વીનેશભાઈ ગાવિત અને મહા મંત્રી કાંતિ રાઉત અને શિવુ પવાર ની તેમજ વઘઇ ભાજપ તાલુકા પ્રમુખ તરીકે દિનેશભાઈ ભોયે અને મહામંત્રી તરીકે રોહીતભાઇ સુરતી અને નયનભાઈ પટેલની નિમણુંક થઈ છે