“મારું ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંગે બેઠક યોજાઈ
Contact News Publisher
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 0૫: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ ૧ લી મે થી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં ‘મારું ગામ-કોરોનામુક્ત ગામ’ અભિયાન વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી શરૂ થયું છે. તાપી જિલ્લામાં આ અભિયાન અંગે ગ્રામજનોમાં જાગૃતતા લાવવા તથા ગામોમાં કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વ્યારા તાલુકાના પદાધિકારીઓ, સરપંચો તેમજ આગેવાનો સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડીયા તથા પ્રાંત અધિકારી હિતેશ જોષી, મામલતદાર વ્યારા બી.બી.ભાવસાર અને તાલુકા પંચાયત પ્રમુખ ઉપસ્થિતિ રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦