તાપી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કોરોના માહામારી સંદર્ભે ડોલવણ ગામે આગેવાનો સાથે બેઠક યોજાઈ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 0૫: કોરોનાના કપરાકાળમાં તાપી જિલ્લાના કલેક્ટરશ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી ડોલવણ ખાતે કોવિડ-૧૯ (કોરોના) વેક્સીનેસન માટે મહત્તમ પ્રચાર પ્રસાર થાય અને મહતમ લોકો રસીકરણનો લાભ લે તે અર્થે FPS સંચાલક તથા દૂધ મંડળીના પ્રમુખ/મંત્રીશ્રીઓની બેઠક યોજવામાં આવી હતી. ગામના આગેવાનો સાથે યોજાયેલ આ ખાસ બેઠકમાં કોરોનાની બીજી લહેર જે જિલ્લાના ગામો સુધી પહોચી છે તેને કઇ રીતે અટકાવી શકાય અને સાવચેતીની ખાસ વ્યવસ્થા સાથે તમામ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રસીકરણ મહાઅભિયાનને ઝડપી બનાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી નૈતીકા પટેલ, મામલતદાર ડોલવણ અશોક ડાંગી, તાલુકા આરોગ્ય અધિકારી તથા ગામના આગેવાનો, દૂધ મંડળીના પ્રમુખ/મંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦