રાજ્યમાં કોરોના વિસ્ફોટને લઈને ડાંગ વહિવટી તંત્રનો મહત્વ પૂર્ણ નીર્ણય
ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ માટે માટે બોટોનીકલ ગાર્ડન સહીત કૅમ્પ સાઇડ બંધ કરાયા
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : રાજ્યમાં કોરોના ના વધતાં કેસ ને લઇને સરકારે મોટાં શહેરોમાં કરફ્યુ જાહેર કર્યું છે ત્યારે ડાંગ જિલ્લા વહિવટી તંત્રએ પણ સ્થાનિક લોકોની સુરક્ષા માટે જિલ્લાના પ્રવાસન સ્થળો બોટનીકલ ગાર્ડન તેમજ મહાલ અને કિલાદ કેમ્પ સાઇડ પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.અને તમામ સ્થળોએ સુરક્ષા ગાર્ડ મૂકી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે આગામી સુચના ન મળે ત્યાં સુધી દરેક સ્થળે સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવ્યા છે જેને લઈને બહાર થી આવતા પ્રવાસીઓ સાથે સંઘર્ષ ન થાય અને સરકાર દ્વારા લેવાયેલ કોરોના કોવિડ ૧૯ ના વાયરસ ને ફેલાવતા સંક્રમણ ને રોકી શકાય.વઘઈ બોટોનીકલ ગાર્ડનને પણ ૨૪/૦૪/૨૦૨૧ થી આગામી સુચના ના મળે ત્યાં સુધી ગાર્ડનને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે