તાપી : સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદાર રવિકુમારની હિરોગીરી : મામલતદારને બ્લેકમેલ કરી રુઆબ ઝાડનારની શાન ઠેકાણે લાવવાની તાતી જરૂરિયાત !
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વાલોડ ગામના રહીશોએ તા . ૧૬ /૦૪/૨૧ ના રોજ મામલતદારશ્રી કચેરીએ આવેદન પત્ર આપી , વાલોડ બ્લોક હેલ્થ ઓફિસ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની સારવાર માટે પૂરતી સારવાર ઉપલબ્ધ ન હોય તથા ટેસ્ટીંગ કીટના અભાવે વાલોડના રહીશોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણજોડ ખાતે કોરોના ટેસ્ટીંગ માટે જવાની ફરજ પડતી હોવા બાબતે રજૂઆત કરી હતી. આ આવેદનપત્ર આપવા સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદાર રવિકુમાર અજયભાઇ શાહ, રહે . વાલોડ , તા.વાલોડ વિગેરે તથા અન્ય ૨૫ જેટલા ઇસમો મામલતદાર કચેરી વાલોડ ખાતે આવેલ હતા. આવેદન પત્ર આપનારા પૈકી સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દાર શ્રી રવિકુમાર અજયભાઇ શાહનાઓ દ્રારા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદારશ્રી વાલોડને કોરોનાની મહામારીને નાથવા આરોગ્ય વિભાગને યોગ્ય સૂચના ન આપવામાં આવે તો કોરોના વાઇરસ સંદર્ભે તેમના સંબોધનને લગતી મામલતદારશ્રી વાલોડની કચેરીમાં મામલતદારશ્રીની કેબિનમાં કોરાના વાઇરસને લગતી મીટીંગમાં મામલતદારશ્રીની જાણ બહાર ઉતારેલ અને વિવાદાસ્પદ લાગતી કલીપ સોશ્યલ મીડીયામાં વાઇરલ કરવા ઘમકી આપેલ હતી. શ્રી રવિકુમારએ તા .૧૮ / ૦૪ / ૨૧ ના રોજ સમય બપોરે ૧૪-૦૦ કલાકે મામલતદારશ્રી વાલોડને ટેલિફોનિક ઘમકી આપી ફરીથી કોરોના વાઇરસ રાંદર્ભે સંબોઘનને લગતી વિવાદાસ્પદ કલીપ વાઇરલ કરવા ધમકી આપી હતી. આમ શ્રી રવિકુમાર ઉપર્યુક્ત હરકત કરી, સરકારી અધિકારીને પોતાની ફરજો બજાવવામાં અંતરાયરૂપ થાય છે અને કોરોના મહામારી, નાથવાને લગતી અસરકારક કામગીરી બજાવવામાં અવરોધ પેદા કરી ખોટી રીતે ધમકી આપી હીરોગીરી કરી રહ્યા છે.
આ ઉપરાત રવિકુમાર દ્વારા તા. ૧૮/૦૪ /૨૦૨૧ ના રોજ તાલુકા હેલ્થ કચેરી વાલોડ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી સાથે પણ કોરોના વાઇરસ ની કામગીરી બાબતે બિનજરૂરી વાદવિવાદ ઉપસ્થિત કરી , મોબાઇલમાં વિડિયોગ્રાફી કરી કલિપ સોશીયલ મિડીયામાં વાઇરલ કરી છે. આમ, શ્રી રવિકુમાર અજયભાઇ શાહ રહે.વાલોડ તા.વાલોડ ધ્વારા સરકારી અધિકારીશ્રીઓને તેમની કામગીરી ફરજ બજાવવામાં અવરોધ ઉભો કરી, કોરોના મહામારી ને લગતી અસરકારક કામગીરીમાં વિક્ષેપ પાડી રહ્યાં છે. ભવિષ્યમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય અથવા જાહેર સુલેહશાંતિમાં ખલેલ પહોંચે તેવું ગેરકાયદેસર કૃત્ય કરે એવો સંભવ હોવાથી C.R.P.C. 107 મુજબ કાર્યવાહિ થવી જોઈએ. તથા મામલતદારશ્રીને બે વખત બ્લેકમેલ કરવા તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી વાલોડને એક વખત ધાકધમકી આપી વિવાદાસ્પદ ક્લીપ સોશીયલ મીડીયામાં વાઈરલ કરી દેતાં તેઓ C.R.P.C., 110 E મુજબ વારંવાર આ પ્રકારની પ્રવૃતિ કરવા ટેવાયેલા ( Habitual offender) છે. જેથી કોરોનાની કામગીરી સચોટ રીતે ચાલે તે માટે શ્રી રવિકુમાર અજયભાઇ શાહ રહે.વાલોડ તા.વાલોડ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા તંત્રએ નિર્ણય કરવો રહ્યો.