તાપી જીલ્લામાંથી 46 ગુનામાં વોન્ટેડ આરોપી તાપી એલ.સી.બી.એ ઝડપી પાડયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :તાપી જીલ્લા પોલીસવડા એન.એન.ચૌધરી નાઓએ મિલ્કત સબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચનાને આધારે લોકલ ક્રાઈમ બ્રાંચ-તાપીના પીએસઆઈ ડી.એસ.લાડ અને સ્ટાફના માણસો એએસઆઈ આનંદજી ચેમાભાઈ,હેડકોન્સ્ટેબલ સમીરભાઈ મદનલાલ,સંજયભાઈ ચીમનભાઈ,કર્ણસિંહ અમરસિંહ,ચેતનભાઈ ગજાભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.દરમિયાન પીએસઆઈ ડી.એસ.લાડ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે સોનગઢ પોલીસ ચોપડે રજીસ્ટર થયેલ દારૂના ગુનામાં તેમજ સુરત જીલ્લાના જુદાજુદા પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ધર્મેન્દ્ર ઓમકાર યાદવ રહે,સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નજીક,જાફરપુર કલાન, તા.નઝફગઢ, જી.દ્વારિકા-નવી દિલ્હી નો સોનગઢના માંડલ ગામના ટોલનાકા પાસે અમુલ પાર્લર પાસે ઉભો હોવાની પાક્કી બાતમીને આધારે સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોચી ધર્મેન્દ્ર યાદવને પકડી તેનું નામઠામ અને સરનામું પૂછતા તેણે પોતાનું નામ ધર્મેન્દ્ર ઓમકાર યાદવ જણાવેલ વધુ પૂછપરછમાં તાપી જીલ્લા અને સુરત ગ્રામ્યના કુલ 46 જેટલા ગુન્હાઓના નાસતો ફરતો આરોપી હોવાનું જાણવા મળેલ જેના આધારે તેની અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આમ તાપી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચને 46 ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.