ડાંગ જિલ્લાનાં આહવા પી.એસ.આઈ.નું કોરોનાનાં કારણે નિધન

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  ડાંગ જિલ્લાનાં વડાં મથક આહવા ખાતે ફરજ બજાવનાર પી.એસ.આઈ. યોગેશભાઈ અમરેલીયાનું કોરોનાનાં કારણે નિધન થયું છે. તેઓ 7 મહિનાથી આહવા ખાતે પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતાં હતા. આજરોજ રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે છેલ્લા 7 મહિનાથી પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતાં યોગેશભાઇ અમરેલીયાનું કોરોનાનાં કારણે નિધન થયું છે. જિલ્લાનાં મુખ્ય આહવા ખાતે પી.એસ.આઈ તરીકે ફરજ બજાવનાર યોગેશભાઈ અમરેલીયા કોરોના સંક્રમિત થયા બાદ રાજકોટ ખાતે સારવાર માટે દાખલ થયા હતા. સારવાર દરમિયાન યોગેશભાઇ અમરેલીયાનું મોત થતાં જિલ્લાનાં પોલીસ સ્ટાફમાં શોક ની લાગણી ફેલાઇ હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other