તાપી : કુકરમુંડા તાલુકાના ઈંટવાઈ અને ઝીરીબેડા ગામમાં લગ્ન પ્રસંગમાં ભીડ એકઠી કરનારાઓ ઉપર નિઝર પોલીસે ગુનો દાખલ કર્યો
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમુંડા તાલુકાના ઈંટવાઈ અને ઝીરીબેડા ગામમાં લગ્ન પ્રસંગ આયોજીત કરનારાઓ ઉપર સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ હાલમાં કોરોના જેવી મહામારી દેશભરમાં ફેલાય રહી છે. તેને રોકવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી દ્વારા પણ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતું કે કોરોના વાયરસનું સંક્ર્મણ ન ફેલાય તે માટે લગ્ન પ્રસંગમાં કેટલાક નિયઁત્રણો મૂકી ૫૦થી વધુ વ્યક્તિઓ એકઠા ન કરવા. તેમ છતાં પણ લગ્ન પ્રસંગનું આયોજન કરી લગ્નમાં ૫૦થી વધુ માણસો ભેગા કરી સ્પીકર વગાડી, મેળાવડો કરી પોતાની તથા બીજા લોકોની જિંદગી જોખમકારક કોરોના વાયરસનો ચેપ ફેલાવા સંભવ હોય તેવુ જણવા છતાં બેદરકારીભર્યું દ્રેષપૂર્ણ કૃત્ય કરી જિલ્લા મેજિસ્ટ્રેટ તાપીના જાહેરનામાનો ભંગ કરી લગ્નમાં ૫૦થી વધારે વ્યક્તિ ભેગા થયા તેના કારણે કોરોના સંક્ર્મણ થવાનો સંભવ વધારે હોવાનો સ્થાનિક પોલીસને જાણ થતા તરત જ ઈંટવાઈ અને ઝીરીબેડા પોહોંચી લગ્ન પ્રસંગ આયોજકો પર કાર્યવાહી કરી ગુના નોંધવામાં આવ્યો હતો. ચાર ઈસમો પર ગુનો નોંધવામાં આવ્યયો હતો. (૧) દીવાનજીભાઈ ગોવાભાઈ પાડવી, (૨) રાજકમલભાઈ દિવાનજી પાડવી, બંને રહે ઈંટવાઈ. (૩) યશવંતભાઈ નાનસિંગભાઈ પાડવી રહે,ઝીરીબેડા, (૪) હીરાલાલ રામાભાઈ વસાવા રહે. પાના તા.સાગબારા જી.નર્મદા આ ઈસમો પર ગુનો નોંધી આગળની કાર્યવાહી નિઝર પોલીસે દ્વારા હાથ ધરવામાં આવી.