બીઆરસી ભવન, ઓલપાડ ખાતે વિશ્વ પુસ્તક દિનની સાદગીભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

પુસ્તકોનો ચેપ લગાડી જુઓ આપોઆપ કવોરોન્ટાઈન થઈ જશો.- વાયરલ મેસેજ 

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ૨૩મી એપ્રિલનો દિવસ મહાન લેખક શેક્સપિયરનો જન્મદિવસ અને મૃત્યુદિવસ. આ દિવસને યુનેસ્કોએ ‘વિશ્વ પુસ્તક દિન’ તરીકે ઉજવવાનું જાહેર કર્યું. યુનેસ્કો દ્વારા રીડિંગ, પબ્લિશિંગ તથા કોપીરાઈટના પ્રચાર હેતુ આ દિવસની ઉજવણી તો થાય જ છે પરંતુ સાથોસાથ માનવજાતના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં દેશ-પરદેશના લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેમજ લોકોમાં પુસ્તક વાંચનની રૂચિ વધે એ પણ વિશ્વ પુસ્તક દિનની ઉજવણીનું મુખ્ય પ્રયોજન રહ્યું છે.
હાલ કોરોના મહામારીના પગલે શાળાઓ બંધ છે, બાળકો ઘરેબેઠા અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ બાળકોને આજે વિશ્વ પુસ્તક દિને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદખવભાઈ પટેલે સંદેશો પાઠવ્યો હતો કે પુસ્તકો આપણા અંતઃકરણને અજવાળવાની તાકાત આપે છે ત્યારે આજની આવી પડેલી કોરોનારૂપી આફતનો હિંમતભેર સામનો કરવા તેમજ આપણું માનસિક સંતુલન જાળવી રાખવા પુસ્તકો જ ઉપયોગી સાબિત થશે. જેથી પુસ્તકોને તમારા પરમમિત્ર બનાવી રાખજો.
અત્રે ઉલ્લેખનીય છે કે બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે બીઆરસી કૉ-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિથી જાહેર પુસ્તકાલય છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે, જેનો લાભ સમાજનો કોઈપણ વ્યક્તિ લઈ શકે છે. સાથે નવાઈની વાત એ છે કે આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ તમામ પુસ્તકો તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષક ભાઈ-બહેનો તરફથી દાન સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે જે નોંધનીય બાબત છે. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other