ડાંગ જિલ્લા પંચાયતના એકમાત્ર કોંગ્રેસ પક્ષનાં મહિલા સદસ્યને વિરોધ પક્ષના નેતા તરીકે નિમણુંક

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ):  ડાંગ જિલ્લા પંચાયતના કુલ 18 સીટો માંથી 17 સીટો ઉપર ભાજપ નો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ માત્ર એક સીટ મળી હતી. જિલ્લા પંચાયત માં સમિતિ ની રચના બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા ડાંગ જિલ્લા પંચાયત માં વિરોધ પક્ષનાં નેતા ટેઈકે ગીતાબેન પટેલ ની નિમણુંક કરવામાં આવી છે.

ડાંગ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાની નિમણુંક

જિલ્લા પંચાયત નાં એકમાત્ર કોંગ્રેસ સદસ્ય ને વિરોધ પક્ષના નેતા
પ્રાપ્ત વિગતો અનુસાર ગત મહિનાઓમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પક્ષનો ભવ્ય વિજય થયો હતો. ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયત માં ભાજપ ની બહુમતી આવતાં જિલ્લામાં ભાજપ પક્ષ સત્તામાં છે. જિલ્લા પંચાયતમાં કુલ 18 સીટો માંથી ફક્ત 1 સીટ કોંગ્રેસ ને ફાળે ગઈ હતી. જે કાલીબેલ જિલ્લા પંચાયત ની સીટના વિજેતા ઉમેદવાર ગીતાબેન પટેલ ને વિરોધ પક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

એકમાત્ર કોંગ્રેસી મહિલા સદસ્યની વિરોધ પક્ષના નેતા તરીકે નિમણુંક

કાલીબેલ જિલ્લા પંચાયતની સીટ ઉપર કોંગ્રેસ પક્ષના વિજેતા ઉમેદવાર ગીતાબેન પટેલ ની ડાંગ જિલ્લા પંચાયત નાં વિરોધ પક્ષના નેતા તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પત્ર લખી ગીતાબેન ની વિરોધ પક્ષના નેતા જાહેર કર્યા છે. વધુમાં તેઓએ વિરોધ પક્ષના નેતા તરીકે જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરવા જણાવ્યું હતું.

કોંગ્રેસ નાં કદાવર નેતાઓ ભાજપ પક્ષમાં જતાં ભાજપનો ભવ્ય વિજય

ડાંગ જિલ્લો વર્ષોથી કોંગ્રેસ પક્ષનો ગઠ રહ્યો છે. અહીં ધારાસભ્ય સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સૌથી વધારે સમય કોંગ્રેસ પક્ષના સદસ્યો રહ્યા છે. પરંતુ ડાંગ કોંગ્રેસનાં માજી ધારાસભ્ય મંગળ ગાવીતના રાજીનામાં બાદ બાજી પલટી અને તમામ કોંગ્રેસ નાં કદાવર નેતાઓએ ભાજપ નો કેસરિયો ધારણ લરી ભવ્ય જીત મેળવી હતી. જે બાદ હવે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષમાં માં બહુમતી મેળવી શક્યો નથી. ડાંગ જિલ્લા પંચાયતની ચૂંટણી માં એકમાત્ર મહિલા ઉમેદવાર ગીતાબેન પટેલ ચૂંટાઈ આવ્યાં હતાં. જેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પક્ષના નેતા તરીકે નિમણુંક કરવામાં આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other