તાપી જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન માટેના નોડલ અધિકારી તરીકે ડૉ. નૈતિક ચૌધરીની નિમણૂંક
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.19: કોવિડ-૧૯ ની માહામારીની પરિસ્થિતિને ધ્યાને લેતા કોવિડ-૧૯ના દર્દીઓને આપવાના થતા રેમડેસિવિર ઇન્જેક્શનની પ્રાઈવેટ હોસ્પિટલમાં અને પ્રાઈવેટ સેક્ટરમાં ખુબ જ અછત વર્તાય રહેલ છે, જે અન્વયે તાપી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ વ્યારા ખાતે GMSCL દ્વારા સપ્લાય કરવામાં આવતા રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો પ્રાઈવેટ સેક્ટરમાં ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આપવાનું ઠરાવેલ છે. રાજ્ય સરકાર દ્વારા GMSCL ના નિયમોનુસાર જથ્થો ફાળવવામાં આવેલ છે.તાપી જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન સમયસર, વિના અવરોધે મળી રહે તે માટે જરૂરી આયોજન અને મોનીટરીંગ માટે મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સીવીલ સર્જન ડૉ. નૈતિક ચૌધરી, જનરલ હોસ્પિાટલ, વ્યારાની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. નોડલ અધિકારીશ્રીનો મોબાઇલ નંબર-૯૭૨૭૭૪૨૫૦૧ તથા E-Mail ID:-tapi.remdesivir@gmail.com છે.
૦૦૦૦૦૦૦