તાપી જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની ૭૦ જેટલી ખાલી જગ્યાઓ કોરોના મહામારીમાં તાત્કાલિક ભરવા આવેદન પત્ર અપાયું 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લા નોકરી વાંછુક બેકાર ઉમેદવારો દ્વારા તાપી જિલ્લાનાં અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી તાપી જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની ૭૦ જેટલી ખાલી જગ્યાઓ કોરોના મહામારીમાં તાત્કાલિક ભરવા માંગ કરી છે.

આવેદન પત્રમાં જણાવાયું છે કે, તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૭૦ જેટલી મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની જગ્યાઓ ખાલી હોય સો કરતા વાધારે ગામોમાં તાજેતરમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં ૭૦ ગામોની પચાસ હજાર વસ્તીને આરોગ્ય સેવાઓ અને કોરોના સર્વેની કામગીરીથી અળગી કરી દેવામાં આવી છે. જે આદિવાસી જિલ્લાની કમનસીબી છે રાજય સરકાર વારંવાર લેખિતમાં જગ્યા ભરવા આદેશો કરે છે પરંતુ આ જગ્યાઓ જાણી બુઝીને ભરવામાં આવતી નથી. જેથી નામદાર સરકારની રોજગારી આપવાની વાતો પોકળ સાબિત થાય છે. જેના માટે તાપી જિલ્લાના આરોગ્ય ખાતાના જવાબદાર અધિકારીઓ ગણાય તા . ૦૧-૦૬-૨૦૨૧ના પરિપત્રથી પણ આ જગ્યાઓ ભરવા જણાવેલ છે પણ ભરાય નથી હાલ અમો તાપી જિલ્લાના વતનીઓ છે. અને મ.પ.હે.વ.ની તાલીમ પાસ કરી બેકાર છીએ ત્યારે આઉટ સોર્સથી જગ્યાઓ દિન ૧૫ માં ભરાય જાય તેવી આ આવેદનપત્ર રૂપી રજુઆત કરીએ છે. જો દિન ૧૫ માં કોઈ જગ્યાઓ નહિ ભરાશે તો અમો ધરણા સહિતના આંદોલનના કાર્યક્રમો આપવાની ફરજ પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા પણ આ ખાલી જગ્યાઓ ભરવા વારંવાર માંગો કરી છે છતાં પણ આ જગ્યાઓ હજુ સુધી ભરી શકાઈ નથી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *