માંગરોળ : ડુંગરી ગામે ધનશેર ખેતરાડી રસ્તાનું કામ શરૂ કરતા ખેડૂતોમાં આનંદ
– ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના ડુંગરી ગામના ડુંગરડી ફળિયાથી ઝાખરડા-દેગડીયા માર્ગને જોડતા ધનશેર ખેતરાડી રસ્તાના કામનો પ્રારંભ સુજલામ સુફલામ યોજના હેઠળ કરવામાં આવતા ગામનાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.
ડુંગરી ગામના ડેપ્યુટી સરપંચ રાજુભાઈ રતિલાલભાઈ ગામીતના હસ્તે ધનશેર ખેતરાડી રસ્તાના કામનો પ્રારંભ કરાયો છે.આ પ્રસંગે ગામના અગ્રણી આગેવાનો ગુમાનભાઈ ગામીત,ઠાકોરભાઈ ગામીત,કિરણભાઈ ગામીત,હસમુખભાઈ,જયંતીભાઈ વગેરે ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી માર્ગનુ નિર્માણ કાર્યનું કામ શરૂ કરવામાં આવ્યું છે.છેલ્લા ઘણા વર્ષોથી ધનશેર ખેતરાડી રસ્તાની સમસ્યા ડુંગરી ગામના ખેડૂતોને સતાવતી હતી. માંગરોળના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલખાન પઠાણ, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત વગેરેનાં માર્ગદર્શન હેઠળ ડુંગરી ગ્રામ પંચાયત દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત ડુંગરડી ફળિયાથી ઝાખરડા દેગડીયા મુખ્ય માર્ગને જોડતા ખેતરાડી રસ્તાના કામનું કામ શરૂ કરાયું છે જેથી ડુંગરી ગામ સહિત આસપાસના બીજા અન્ય ગામના ખેડૂતોને પણ ફાયદો થશે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.