તાપી : ઔદ્યોગિક તાલીમ સંસ્થા-વ્યારા ખાતે લર્નિગ લાઇસન્સની કામગીરી સ્થગીત
Contact News Publisher
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.૧૫: તાપી જિલ્લાના વ્યારા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે લર્નિગ લાઇસન્સની કામગીરી કરતા કર્મચારી કોવીડ-૧૯ કોરોના પોઝીટીવ આવ્યા છે. જેથી લર્નિગ લાઇસન્સની કામગીરી હાલ પુરતી સુધી સ્થગિત કરવામાં આવી છે. લર્નિગ લાઇસન્સની કામગીરી ફરી શરૂ થતા ઔદ્યોગિક તાલીમ સંસ્થા-વ્યારા દ્વારા અખબારી યાદી આપવામાં આવશે એમ ઓદ્યોગિક તાલીમ સંસ્થા, વ્યારાના આચાર્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦