તાપી : વધી રહેલા સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર દ્વારા સઘન પગલાં લેવામા આવી રહયા છે
Contact News Publisher
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરમા વધી રહેલા સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર દ્વારા સઘન પગલાં લેવામા આવી રહયા છે. જેના ભાગરૂપે પ્રાંત અધિકારી હિતેષ જોશીના માર્ગદર્શન હેઠળ
વ્યારા નગરમાં મામલતદાર, પોલીસ ઇન્સ્પેકટર તથા નગરપાલિકાના અધિકારી/કર્મચારીઓ દ્વારા માસ્ક, સામાજિક અંતર અંગે નગરપાલિકા વિસ્તારના બજારમાં સંયુક્ત ડ્રાઈવ કરી કોવિડ -૧૯ નિયમોનું ચુસ્ત પાલન કરવા નાગરિકોને સૂચના આપવામાં આવી હતી. નગરમાં કોવિડ ગાઈડ લાઈનનું પાલન ન કરતા દુકાનદાર, ઈસમો વિરૂદ્ધ કડક હાથે કામ લઈને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.