તાપી : આરોગ્ય કર્મચારીઓને કોવિડ19માં પડતી મુશ્કેલીઓના નિવારણ અર્થે કલેક્ટરને આવેદન પત્ર અપાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પંચાયત આરોગ્ય શાખા હેઠળ ફરજ બજાવથા આરોગ્ય કર્મચારીઓ છેલ્લા એક વર્ષથી જાહેર રજા કે રવિવાર જોયા વગર સતત અવિરત પણે આરોગ્ય સેવાઓ બજાવી રહયા છે . ત્યારે તાજેતરમાં કોવિડ -૧૯ ના બીજા વેવમાં તાપી જિલ્લામાં ચિંતા જનક રીતે પોઝીટીવ કેસો વધી રહયા છે ત્યારે આરોગ્ય કર્મચારીઓ ઉપર દિન – પ્રતિદિન કાર્યબોજ નો અતિરેક થયેલ છે જેથી કર્મચારીઓની શારીરિક , માનસિકતા ઉપર ગંભીર અસરો પડી રહી છે . જેને ધ્યાને લઈ તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે નીચે મુજબની પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓના નિવારણ માટે કલેક્ટર તાપીને રજુઆત કરવાની ફરજ પડી છે. જેેથી આવેદન પત્ર આપી સમસ્યાનું નિવારણ કરવા રજુઆત કરી હતી.

તાપી જિલ્લામાંથી સુરત શહેરમાં ડેપ્યુટેશન પર મુકવામાં આવેલ સ્ટાફ નર્સોને દિન -૧૫ બાદ રીલીવ કરાવી અને અન્ય સ્ટાફ નર્સોને મોકલવા બાબત . (૨) તાપી જિલ્લાની પાંચ લાખ કરતા વધારે વસ્તીમાં કોવિડ -૧૯ ની રસીકરણ કામગીરી માં શિક્ષકો , તલાટી કમ મંત્રી , ગ્રામ સેવક , મુખ્ય સેવીકાઓ તેમજ અન્ય કર્મચારી ઓને પણ ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય કર્મચારીઓને મદદરૂપ થવા ૪૫ વર્ષથી ઉપરના વ્યકિતઓનો રસીકરણ કરાવવા લક્ષ્યાંક ફાળવી ગ્રાસરૂટ કક્ષાએ ફરજયાત ફરજ આપવા બાબત . ( ૩ ) કોવિડ -૧૯ ને ધ્યાનમાં લઈ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તાપી ખાતે ૬૦ કરતા વધારે મ.મ.હે.વ.ની ખાલી જગ્યા તથા ફિમેલ હેલ્થ વર્કરની ૩૮ જગ્યા અને જિલ્લા કક્ષાની મહેકમની જગ્યા તાત્કાલિક ભરવા બાબત. ( ૪ ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે નિદાનમાં આવતા તમામ લોકોના એન્ટીજન પોઝીટીવ કેસો જાહેર કરવા જેથી આમ જનતાને જાગૃત કરી શકાય હાલ મહત્તમ સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ એન્ટિજન પોઝીટીવ આવી રહયા છે . એન્ટિજન કેસોનું ગામ , ફળિયું અને ઉમર પ્રમાણે આર.ટી.પી.સી.આર.ની જેમ જે યાદી દરરોજ અપ – ડેટ થવી જોઈએ . ( ૫ ) આરોગ્ય કર્મચારીઓને વીક એન્ડની રજા આપવી . રસીકરણ કામગીરી ના ખોરવાય તે મુજબ આયોજન કરાવવા બાબત ( ૬ ) બી.એ.એસ. ( BA ) મારફત હાજરી પૂરવા અંગે કોવિડ -૧૯ ને ધ્યાનમાં લઈ હાલ પુરતી છૂટ આપવા બાબત . ( ૭ ) જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે આરોગ્ય કર્મચારીઓ માટે વેન્ટીલેટરની સુવિધા અનામત રાખવા બાબત.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *