કલેકટર આર.જે.હાલાણીની સીધી દેખરેખ હેઠળ તાપી જિલ્લામાં રસીકરણ ઝુંબેશને વેગવાન બનાવાઈ : આત્યાર સુધી 86688 લોકોને આવરી લેવાયા : રસી મુકાવી સુરક્ષિત થવા અપીલ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા): તાપી જિલ્લામા વધી રહેલ કોરોના સંક્રમણને અટકાવવા સઘન પગલાં લેવાઈ રહયા છે. વહિવટી તંત્ર દ્રારા લોકજાગૃતિના સતત પ્રયાસો દ્વારા કોરોના રસીકરણ કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.
કલેકટર આર.જે.હાલાણીની સીધી દેખરેખ હેઠળ જિલ્લામાં વસતીના પ્રમાણમાં રસીકરણની કામગીરી નોંધપાત્ર રીતે થઇ રહી છે. જિલ્લામાં સવારથી મોડે સાંજ સુધી રસીકરણની કામગીરી કરીને પાત્રતા ધરાવતા એકપણ નાગરિક રસીથી વંચિત ન રહી જાય અને કેમ્પમાં આવેલા તમામ લોકોને રસી અપાઈ જાય તેની વિશેષ કાળજી લઇ વધુમાં વધુ લોકોને આવરી લઈ સફળતા પુર્વક રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
સામાજિક, રાજકીય ,શૈક્ષણિક સહિત સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનોના સહયોગથી લોકો રસી લેવા આગળ આવી રહયા છે.સાથે સ્વયં શિસ્ત પાલન દ્વારા વહીવટીતંત્રને પણ સહયોગ કરી રહ્યા છે.
કલેકટરશ્રી દ્વારા પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને વેકસીન મુકાવીને સુરક્ષિત બનવા ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે.
તા.14મી એપ્રિલ સુધી યોજાઈ રહેલ ખાસ રસીકરણ અભિયાનની સફળતા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો. હર્ષદ પટેલની આગેવાની હેઠળ સંક્રમનને નાથવા ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ મંત્રને ધ્યાને રાખી કામગીને વધુ વ્યાપક બનાવવામાં આવી રહી છે.
મુ.જિ. આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ તમામ તાલુકાઓમાં કેમ્પ કરીને રસીકરણ કરવામાં આવી રહ્યું છે.અત્યાર સુધીમાં 86688 લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.
00000