બુટલેગરોની નવી તરકીબ ઉપર સાપુતારા પોલીસની ટીમનો સપાટો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે સાપુતારા પો.સ્ટે.વિસ્તારમાં આવેલ સાપુતારા ચેક પોસ્ટ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર સહિત બે ઈસમોની ધરપકડ કરી કુલ 8,74,940/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસામાજીક તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે….
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જીલ્લાનાં પોલીસ અધીક્ષક રવિરાજસિંહ જાડેજા,નાયબ પોલીસ અધિક્ષક જે.આઇ.વસાવા તથા સાપુતારા પોલીસ મથકનાં ઇન્ચાર્જ પી.એસ.આઈ. પી.એચ.મકવાણાનાં માર્ગદર્શન હેઠળ આજરોજ સાપુતારા પોલીસ મથકનાં અ.હે.કો નવલસિંહ પરમાર અને અ.હે.કો શક્તિસિંહ હઠુબા સરવૈયા,અર્જુનસિંહ રાજેન્દ્રસિંહ,વિજયભાઈ લવજીભાઈ, રાજુભાઈ દડુભાઈ સહિતનાંઓની પોલીસ ટીમ સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર તથા દારૂની બદી નેસ્ત નાબુદ કરવા માટે સઘન ચેકીંગ સાથે ડ્રાઈવ હાથ ધરી હતી.જે દરમ્યાન સાપુતારા પો.સ્ટે.ના અ.હે.કો. નવલસિંહ ધિરૂભા પરમાર તથા શક્તિસિંહ સરવૈયાઓને ખાનગી રાહે સચોટ બાતમી હકિકત મળેલ કે,એક સફેદ કલરની ટી.યુ.વી કારમાં બે ઇસમો મહારાષ્ટ્રનાં નાશીક તરફથી દારૂભરીને સાપુતારા તરફ આવી રહ્યા છે.જે બાતમી હકિકતનાં આધારે સાપુતારા પોલીસની ટીમે સદર ગાડીને સાપુતારા ચેક પોસ્ટ ઉપર રોકીને ગાડી ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ડી.એસ.પી.બ્લેક વહીસ્કીની 1.5 લીટર ભરેલી પ્લાસ્ટીકની પોટલીઓ કુલ નંગ-96 જેના 1.5 લિટરના 790/- રૂ.ગણી કુલ કિંમત રૂ.75,840/- તથા બ્લેન્ડર પ્રાઇડ વહીસ્કીની 1.5 લીટર ભરેલી પ્લાસ્ટીકની પોટલીઓ કુલ નંગ-53 જેના 1.5 લિટરના 1700/- રૂ.ગણી કુલ કિંમત રૂ.90,100/-મળી કુલ 1,65,940/-નો ભારતીય બનાવતનો વિદેશી દારૂનો જથ્થો તથા મહેન્દ્રા ટી.યુ.વી કાર જેની કિંમત રૂપીયા-7,00,000/- તથા ત્રણ મોબાઇલની કિંમત રૂપીયા-9,000/- મળી કુલ કિ.રૂ.8,74,940/- નો મુદામાલ કબ્જે કરી આ બે ઇસમોમાં અનિલકુમાર વેદરામ સિંઘ ઉ.35 ધંધો-વેપાર હાલ રહે, મકાન નં-8, આંગન રેસીડન્સી,કરાડવા રોડ,સીલીકોન પામની બાજુમાં ડિંડોલી સુરત શહેર, ધર્મેંદ્રકુમાર રાધેશ્યામ વિશ્વકર્મા ઉ.26 ધંધો-મજુરી રહે,ખાનકાગામ પોસ્ટ-સરાયમીર જી.આજમગઠ (ઉત્તરપ્રદેશ)નાઓની ધરપકડ કરી માલ આપનાર ત્રીજા ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો.