માંગરોળ તાલુકામાં કોરોનાના રેપીડ ટેસ્ટ દરમિયાન સૌથી વધુ 22 લોકોને કોરોનાના લક્ષણો મળી આવ્યા.THO એ તાલુકામાં ચાલતાં હાટ બજાર બંધ કરાવવા ઉચ્ચકક્ષાએ કરેલી રજુઆત.
માંગરોળ તાલુકામાં તારીખ 31 મી માર્ચના આરોગ્ય વિભાગની ટીમ તરફથી તાલુકાનાં વિવિધ વિસ્તારોમાં કોરોનાં રેપીડ ટેસ્ટ કરવામાં આવતાં 22 ને કોરોનાના લક્ષણો જણાઇ આવતાં,તાલુકા આરોગ્ય અધિકારી ડો.આર. પી.શાહીએ તાલુકામાં ચાલતાં હાટ બજારો બંધ કરાવવા ઉચ્ચ અધિકારીઓને પત્ર લખ્યા છે. માંગરોળ તાલુકાનાં તરસાડી,મોસાલી, નાનીનરોલી, વાંકલ અને ઝંખવાવ ખાતે હાટ બજાર ભરાય છે.આ હાટ બજારોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આવે છે. ત્યારે સોશિયલ ડિસ્ત્રન્સ જાળવવાનો મોટો પ્રશ્ન ઉપ સ્થિત થતો હોય છે.જેનાંથી કોરોનાનું સક્રમણ વધી શકે છે.જેને ધ્યાનમાં લઈ માંગરોળ તાલુકાનાં આરોગ્ય અધિકારી ડો.આર. પી. શાહી એ આ હાટ બજારો બંધ કરવા માટે સુરતનાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી,DSP, જિલ્લા આરોગ્ય અધિકારી, માંગરોળનાં પ્રાંત અધિકારી,મામલતદાર, TDO અને PSI ને લેખિતમાં પત્ર મોકલી હાટ બજારો તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવ્યું છે.દિવસે દિવસે માંગરોળ તાલુકામાં કોરોનાના સક્રમણનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે.તો બીજી તરફ પ્રજ્જનો કોરોનાં વિરોધી રસી મુકાવવાથ દૂર ભાગી રહ્યા છે.
રિપોર્ટર:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત