માંગરોળ તાલુકામાં કોરોનાં વિરોધી રસી મુકવાની કામગીરી,જિલ્લામાં સૌથી ઓછી,તાલુકા પંચાયતની સામાન્ય સભામાં થયેલી ચર્ચા.
માંગરોળ તાલુકામાં કોરોનાં વિરોધી રસીકરણની કામગીરી, સમગ્ર સુરત જિલ્લા કરતાં ખુબજ ઓછી થઈ હોય,આરોગ્ય વિભાગ માટે એક મોટી સમસ્યા ઉભી થવા પામી છે.જ્યારે માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીને આપવામાં આવેલો કોરોનાં વિરોધી રસીનો ટાર્ગેટ નિયત સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે એમ નથી. તાલુકાની પ્રજા રસી મુકાવવા માટે તૈયાર થતી નથી. હાલમાં 45 વર્ષ કે તેથી વધુ વયનાં લોકોને વિના મૂલીયે આ રસી આપવામાં આવી રહી છે.માંગરોળ તાલુકાના 2 CHC કેન્દ્રો,8 PHC કેન્દ્રો અને 1 અર્બન હેલ્થ સેન્ટર ઉપર દરરોજ આ રસી મૂકી આપવાની કામગીરી ચાલી રહી છે.વળી અગાઉ આધારકાર્ડ માંગવામાં આવતો હતો.એને બદલે કોઈ પણ એક ફોટો આઈ ડી આપવાથી રસી મૂકી આપવામાં આવે છે.જે ગામ ખાતે 10 કરતાં વધુ લોકો રસી લેવા માગતાં હોય તો ગ્રામ પંચાયત કચેરી ખાતે આરોગ્ય વિભાગ તરફથી ટીમ મોકલી રસી આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.માંગરોળ તાલુકામાં રસીકરણ ની સંખ્યા ઘણી ઓછી હોય,તાજેતરમાં મળેલી માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં માંગરોળ તાલુકાના આરોગ્ય અધિકારી ડો.આર.પી.શાહી એ ઉપસ્થિત તાલુકા પંચાયતના ચૂંટાયેલાં સદસ્યો પાસે આ કામ ગીરી માટે સહકારની માંગણી કરી હતી.અને પોતાનાં કાર્યક્ષેત્રમાં આવતાં ગામોમાં લોકોને રસી મુકાવવા માટે તૈયાર કરવા અનુરોધ કર્યો હતો.
રિપોર્ટર:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)