માંગરોળનાં આકળોડ ગામેથી પોલીસે, તીસ કીલો ગૌમાંસ સાથે એકની કરેલી અટક.
માંગરોળ તાલુકાનાં આકળોડ ગામેથી,માંગરોળ પોલીસે, 30 કીલો ગૌમાંસ સાથે એક શખ્સની અટક કરી છે.સાથે એક મોટરસાયકલ પણ કબ્જે કરી છે. જ્યારે આ ગૌમાંસ પુરૂં પાડનાર એક શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી,કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.માંગરોળ પોલીસને બાતમી મળી કે તાલુકાનાં આક ળોડ ગામે એક શખ્સ ગૌમાંસ લઈને પસાર થનાર છે. જેને પગલે માંગરોળ પોલીસ મથકમાં ફરજ બજાવતાં અ.પો.ક્રો. પરેશભાઈ કાંતિલાલે આકળોડ ગામેથી મોટરસાયકલ નંબર જીજે.૦૫.ઇએમ.૫૪૮૯ નાં ચાલક રાજુભાઇ માનસિંગભાઈ વસાવા,રહેવાસી આકળોડ ને ઉભો રાખી,વિમલનો થેલો ચેક કરતાં, થેલામાંથી ૩૦ કીલો ગોમાંસ મળી આવ્યું હતું.પોલીસે રાજુભાઈની અટક કરી,મુદ્દામાલ કબ્જે લીધો હતો.જેમાં ગૌમાંસની કિંમત ત્રણ હજાર રૂપિયા અને મોટરસાયકલની કિંમત તીસ હજાર રૂપિયા મળી કુલ ૩૩ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે આ ગોમાંસ પુરૂં પાડનાર ફારૂખ ઉર્ફે ચીનો, રહેવાસી ખરોડ ને પોલીસે વોન્ટેડ જાહેર કરી,વધુ તપાસ માંગરોળ પોલીસે શરૂ કરી છે.
રિપોર્ટર:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)