ઉમરપાડા-માંગરોળ તાલુકાઓમાં હોળીની શાનદાર રીતે કરાયેલી ઉજવણી.
Contact News Publisher
હોળી અને ધૂળેટીના પર્વ નું ગુજરાત સહિત દેશભરમાં એક અનેરૂ મહત્વ છે.હોળીનાં પર્વને લોકો ધામધૂમથી ઉજવતા હોય છે વાત કરવામાં આવે તો તાલુકા મથક માંગરોળઅને ઉમરપાડા ખાતે આજે રાત્રી દરમિયાન હર્ષોલ્લાસ સાથે હોળીનાં પર્વની ઉજવણી કરાઈ છે.હોળી પર્વને લઇ મોડી સાંજે લોકોના ટોળે ટોળા માંગરોળનાં હોળી ચકલા ખાતે અને ઉમરપાડાનાં વાડી અને કેવડી ખાતે ઉમટી પડ્યા હતા.અને નક્કી કરાયેલ સમયે હોળી પ્રગટાવવામાં આવી હતી.લોકોએ સરકાર તરફથી જાહેર કરાયેલ કોવિડ-૧૯ ની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કર્યું હતું.આ તહેવારનું ખાસ કરી ગ્રામીણ વિસ્તારોમાં અનોખું મહત્વ હોય છે.અને આ નિમિતે બાળકો,યુવકો,મહિલાઓ અને વડીલો પણ ઉમટી પડ્યા હતા.
રિપોર્ટર:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)