આજે રવિવાર હોવા છતાં,માંગરોળ સબ રાજીસ્ટર્ડની કચેરી ચાલુ રહી અને દસ્તાવેજોની નોંધણી પણ કરી.
Contact News Publisher
આજે રવિવારની રજા હોવા છતાં માંગરોળની સબ રજીસ્ટર્ડ કચેરી ચાલુ રાખવામાં આવી છે.અને આજે પણ અનેક દસ્તાવેજોની નોંધણી થઈ છે.તાલુકા મથક માંગરોળ ખાતે સબ રાજીસ્ટર્ડની કચેરી કાર્યરત છે. હાલમાં માર્ચ માસ પુર્ણતાનાં આડે પોહચી ગયો છે. માર્ચ એ સરકારી વિભાગનો હિસાબી વર્ષનો આખરી માસ હોય છે.તો બીજી તરફ રાજ્ય સરકાર તરફથી વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ, રાજ્યભરની જમીનોની જંત્રીના દરોમાં વધારો કરવાનું કામ હાથ ઉપર લેનાર છે.એક માહિતી મુજબ સરકાર તરફથી રાજ્યમાં જંત્રીના દરો ખૂબ જ વર્ષો જુના છે.જેથી આ દરોમાં અંદાજે 100 ટકા જેટલો વધારો કરવામાં આવ નાર હોવાનું ચર્ચાઈ રહયું છે.ત્યારે દસ્તાવેજોની નોંધણી ખર્ચમાં પણ વધારો થશે.જેને ધ્યાનમાં લઈ આજે તારીખ 28 મી માર્ચના રવિવારની રજા હોવા છતાં માંગરોળ સબ રજીસ્ટર્ડની કચેરી ખુલ્લી રહી હતી.અને દિવસ દરમિયાન કેટલાક દસ્તાવેજોની પણ નોંધણી કરવામાં આવી છે.
જર્નલિસ્ટ નઝીર પાંડોર – માંગરોળ-સુરત