કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૧૨ અઠવાડિયાનો ઈન્સેકટીસાઈડ મેનેજમેન્ટ ફોર ઈન્સેકટીસાઈડ ડીલર્સ / ડીસ્ટ્રીબ્યુટર્સનો સર્ટીફીકેટ કોર્ષ ચાલુ કરવામાં આવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જીલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે આજ તા: ૨૬/૦૩/૨૦૨૧ ના રોજથી ૧૨ અઠવાડિયાનો ઈન્સેકટીસાઈડ મેનેજમેન્ટ ફોર ઈન્સેકટીસાઈડ ડીલર્સ / ડીસ્ટ્રીબ્યુટર્સ ઓફ તાપીનો સર્ટીફીકેટ કોર્ષ ચાલુ કરવામાં આવ્યો છે. જેમા તાપી જિલ્લાના કુલ ૪૦ ઈનપુટ ડીલર્સ / ડીસ્ટ્રીબ્યુટર્સએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ અને માન. વિસ્તરણ શિક્ષણ નિયામક, ન.કૃ.યુ., નવસારીના ડૉ. સી. કે. ટીંબડીયાએ ઓનલાઈન માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે હાલના સમયમાં ખેતીમાં રસાયણોનો ખુબ જ ઉપયોગ થઈ રહયો છે. જો આપણે સમજપુર્વક અને યોગ્ય માત્રામાં જંતુનાશકોનો ઉપયોગ નહી કરીએ તો તે માનવસમાજની તંદુરસ્તી ઉપર વિપરત અસર કરશે. એટલે ભારત સરકાર દ્વારા આ કોર્ષ ચાલુ કરી ઈનપુટસ ડીલર્સમાં જંતુનાશકો વિષે જાગૃતિ આવે તેના માટે પ્રયત્નો થઈ રહયાં છે. જો આપણે ખેડુત સમાજને મદદ કરીશું તો તે સાચી સમાજ સેવા ગણાશે. એટલે આપણે આ કોર્ષમાં શીખવવામાં આવતી દરેક બાબતોનું જ્ઞાન મેળવી ખેડુત સમાજને ઉપયોગી થવા હાંકલ કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં કેવીકે ના વડા ડૉ. સી. ડી. પંડયાએ આ કોર્ષની અગત્યતા સમજાવી ઈનપુટ ડીલર્સ દ્વારા ખેડુતોને જંતુનાશકો વિષે યોગ્ય માર્ગદર્શન મળે તે બાબત ઉપર ભાર મુકયો હતો. કેવીકે ના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક પ્રો. નિલેશ કવાડ દ્વારા ઈન્સેકટીસાઈડ એકટ (જંતુનાશક દવા વિષેના કાયદાઓ) વિષે વિસ્તૃત રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમનાં અંતે આભારવિધિ પ્રો. નિલેશ કવાડ દ્વારા કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other