ઉમરપાડા અને માંગરોળ તાલુકાની પ્રા.શા.ઓ પાસેથી પરીક્ષાના પેપર છાપવા માટે નામ વિનાનાં ચેક મંગાવવામાં આવતાં ચર્ચાનો વિષય બન્યો છે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તારીખ 24 મી ફેબ્રુઆરીનાં,રાજ્યનાં શિક્ષણ વિભાગનાં નિયામકે,એક પરિપત્ર ઇસ્યુ કરી આ પરિપત્ર રાજ્યનાં તમામ જિલ્લાશિક્ષણાધિકારીઓને મોકલાવી, પરિપત્રમાં જણાવ્યા મુજબ પરીક્ષાના પેપરો અંગે માહિતી આપી છે.જેમાં જણાવાયું છે કે હાલમાં ચૂંટણીની કામગીરી ચાલી રહી છે.તથા પેપર છાપકામ માટેનાં રેટ કોન્ટ્રાકટ થયા નથી. જેથી દરેક શાળા કક્ષાએથી જ પેપરોની ફોટોકોપી થાય એ ઉચિત જણાય છે.જેથી દરેક શાળાઓએ કસોટીપત્રો વિદ્યાર્થીઓ સુધી મોકલવાના રહેશે. છતાં સુરત જિલ્લામાં નિયમકના પરિપત્રની ઉપર વટ જઈ પેપર છાપવાની તૈયારી કરાઇ રહી છે.આ ખર્ચ જે તે સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની SMC સમિતિ નાં ખાતામાંથી કરવામાં આવનાર છે.આ ખાતામાંથી હાલમાં ધોરણ 3 થી 8 માં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પેપર છાપવાની જે રકમ થાય છે.એ મુજબ ગણતરી કરી તે રકમનાં ચેકો મંગાવી લેવાયા છે.પરંતુ આ ચેકનાં નાણાં કઈ પાર્ટીને ચૂકવવા એનું નામ ચેકમાં લખવામાં આવ્યું નથી જેથી શકા ઉભી થવા પામી છે.જ્યારે ઉતરવહીનો ખર્ચ વાલીઓએ ભોગવવો પડશે. આજ દિન સુધી આ તમામ ખર્ચ સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ કરતી હતી,આ વર્ષે શિક્ષણ સમિતિએ હાથ ઉંચા કરી દીધા હોય, આ પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.