માંગરોળ તાલુકા સહિત દક્ષિણ ગુજરાતની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની વાર્ષિક સામાન્ય સભા MAI શાળા, ખોલવડ ખાતે યોજાઈ : વિવિધ પ્રશ્નોની થયેલી ચર્ચા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા સહિત દક્ષિણ ગુજરાતનાં સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લાઓની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાનાં સંઘની વાર્ષિક સામાન્ય સભા તાજેતરમાં ખોલવડની MAI પ્રાથમિક શાળાનાં સાંસ્કૃતિક ભવનમાં સંઘના પ્રમુખ અનિતાબેન ગાંધીનાં પ્રમુખપદે યોજાઈ ગઈ છે.બેઠકનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. સંઘના ઉપપ્રમુખ એયુબભાઈ જાગડાએ ગતસભાની કાર્યવાહી વાંચનમાં લીધી હતી.જેને સર્વા નુમતે મંજુર કરવામાં આવી હતી.સંઘના મહામંત્રી અલતાફભાઈ પટેલે એજન્ડા મુજબનાં કામો શરૂ કર્યા હતા.આ તમામ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણની ફાઈલોનો નિકાલ કરાયો છે.એની માહિતી આપી જે ફાઈલો બાકી પડી છે એ પ્રશ્ને વિસ્તૃત સમજૂતી આપી હતી.આચાર્યો અને વહી વટી કામગીરી સંભાળતા કર્મચારીઓને કોમ્યુટર રાઈઝ પગારબીલો પ્રશ્ને સમજૂતી આપી હતી.4200 ગ્રે પેડ પ્રશ્ને અને સળગ નોકરી ગણવા અંગે સરકાર કક્ષાએ જે રજુઆત કરાઈ છે એની માહિતી આપી, આ પ્રશ્ને નામદાર હાઇકોર્ટમાં રીટ દાખલ કરવા અંગે ચર્ચા કરાઈ હતી.નિવૃત થતાં જેબુનનીસા બર્મા,રશ્મિબેન સેલર, ઇકબાલ ટોપીયા, નયનાબેન પટેલનું શાલ ઓઢાડી અને પુષ્પ ગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ ચાર શિક્ષકોએ પોતાનાં પ્રતિભાવો આપી, સંઘની કામગીરીને બિરદાવી હતી.આ ચાર શિક્ષકોએ 20 હજાર રૂપિયા સંઘમાં દાન આપ્યું છે.આ પ્રસંગે સંઘના પાયાનાં કાર્યકરો એવા ભરતસિંહ રાજ અને સલીમ પાંડોરે પ્રાસંગીક પ્રવચનો કરી,શિક્ષકોને નિષ્ઠા પૂર્વક ફરજ બજાવવા હાકલ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાહીદભાઈ મલેક અને એયુબભાઈ જાગડા એ કર્યું હતું.