માંગરોળ તાલુકામાં ફરી કોરોનાએ માથું ઉચકયુ : 3 દિવસમાં 17 કેસ નોંધાયા, તંત્ર હરકતમાં આવ્યું
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાં ફરી કોરોનાએ માથું ઉચકયુ છે. ત્રણ દિવસમાં 17 કેસ નોંધાયા છે, જેને લીધે તંત્ર હરકતમાં આવી ગયું છે. માંગરોળ તાલુકાનાં તરસાડી નગરમાં 16 અને તાલુકાનાં લીબાડામાં 1 મળી 17 કોરોનાંનાં કેસો ત્રણ દિવસમાં નોંધાયા છે. તરસાડી નગરમાં આરોગ્યની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. આ ટીમોએ ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. હજુ દિવસે દિવસે કોરોનાંનાં કેસોમાં વધારો નોંધાઇ શકે તો નવાઈ નહીં, જેથી પ્રજાજનોને સાવચેત રહી,કોવિડ-19 ની ગાઈડ લાઈનનો અમલ કરે એ અતિ જરૂરી છે.